GSTV
Home » News » સાઉથની આ પાંચ એક્ટ્રેસ સામે બોલિવુડની હિરોઈનો પણ ભરે છે પાણી, ખૂબસુરતી જોઈ દંગ રહી જશો

સાઉથની આ પાંચ એક્ટ્રેસ સામે બોલિવુડની હિરોઈનો પણ ભરે છે પાણી, ખૂબસુરતી જોઈ દંગ રહી જશો

અનુષ્કા શેટ્ટી

જ્યારે પણ દક્ષિણ ભારતીય ફિલ્મોની સુંદર અભિનેત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે પહેલું નામ અનુષ્કા શેટ્ટી છે. અનુષ્કાએ વર્ષ 2005 માં તેમણે ફિલ્મ સફરની શરૂઆત કરી હતી. ટૂંક સમયમાં અનુષ્કા એક મોટું નામ બની ગઈ છે. જોકે, અનુષ્કાએ હજી સુધી હિન્દી સિનેમામાં હાથ અજમાવ્યો નથી. પરંતુ હજી પણ તેની સુંદરતાની ચર્ચા બોલીવુડમાં થાય છે.

કાજલ અગ્રવાલ

અભિનેત્રી કાજલ અગ્રવાલ પણ દક્ષિણ ભારતની ફિલ્મોમાં એક જાણીતું નામ છે. તેણે પણ હિંદી ફિલ્મ ઉદ્યોગથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. જોકે, તેમની ઓળખ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ તરફથી મળી . કાજલ હંમેશાં સાદા કપડા અને ઓછા મેકઅપમાં જોવા મળે છે. જેમાં તેમની સુંદરતા પણ વધુ આવે છે.

શ્રિયા સરન

શ્રિયા સરને વર્ષ 2001 માં ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન શ્રિયાની સુંદરતાએ દરેકનું ધ્યાન ખેંચ્યું. ત્યારબાદથી તેમની સુંદરતાની ચર્ચા થઈ રહી છે. શ્રિયાએ તમિલ-તેલુગુ સિવાય હિન્દી અને અંગ્રેજી સિનેમામાં પણ નામ કર્યું છે.

તપસી પન્નુ

તાપ્સી પન્નુ એ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગનું એક મોટું નામ છે. આ અભિનેત્રીએ હિન્દી સિનેમામાં પણ એક મોટું નામ બનાવ્યું છે. તાપ્સીએ વર્ષ ૨૦૧૦ માં દક્ષિણ ભારતીય ઉદ્યોગમાં પ્રવેશ કર્યો, ત્યારબાદ વર્ષ 2૦13 માં હિન્દી સિનેમામાં શરૂઆત કરી હતી. ત્યાર પછી અભિનેત્રીએ ટૂંકા ગાળામાં બોલીવુડ અને ટોલીવુડ બન્નેમાં પોતાનો સિક્કો જમાવ્યો હતો.

તમન્ના ભાટિયા

એક્ટ્રેસ તમન્ના ભાટિયા એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તમન્નાની સુંદરતા ટોલીવુડથી લઈને બોલિવૂડ સુધીની છે. તમન્નાએ તેની ફિલ્મ સફરની શરૂઆત વર્ષ 2005 માં ફિલ્મ ‘ચાંદ સા રૌશન ચહેરાથી’ કરી હતી. આ ફિલ્મ કોઈ કમાલ દર્શાવી શકી ન હતી, તેથી તમન્ના દક્ષિણ ભારત તરફ વળી હતી. 2013 માં તમન્નાહ ફરી એકવાર બોલીવુડમાં ફરી હતી.

READ ALSO

Related posts

જાણો કોણ છે ભારતનો ડેવિડ બેકહામ, જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો

Nilesh Jethva

શરીરની ત્વચા અને આંખોની સમસ્યાનું રામબાણ ઈલાજ છે ગાજરનો જ્યૂસ, જાણો તેનાં ફાયદા

pratik shah

શું તમારી ઉંચાઈ ઓછી છે ? તો ચિંતા ન કરો લગ્ન કરવા માટે બેસ્ટ છો તમે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!