મહિલાની ખૂબસુરતી બની નોકરી માટે જોખમકારક, લોકો મળવા માટે તોડી રહ્યા છે કાયદો

મહિલાની ખૂબસૂરતી બની ગઈ છે નોકરી માટે મુસિબત. જેને મળવા માટે લોકો હવે જાણી જોઇને કાનૂન તોડી રહ્યાં છે કારણ કે તેની પાસે જઈ શકાય અને વાત કરી શકાય. દરેક મહિલા ખૂબસુરત દેખાવા માગે છે.

જેના માટે તે પૈસા પણ અઢળક ખર્ચ કરે છે પણ જર્મનીમાં એક પોલીસ કર્મી માટે ખૂબસુરતી મુશ્કેલીનું કારણ બની ગઈ છે. લોકો સોશિયલ મીડિયામાં તેનો ફોટોગ્રાફ જોઈને તેને મળવા માટેના પ્રયાસો કરી રહયા છે. કારણ કે આ મહિલા તેમને પકડે.

જર્મનીની પોલીસકર્મચારી એડ્રિએન કોલેસજરની ખૂબસુરતીના ઘણા દિવાના છે. જેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ છે. ઇન્સ્ટા પર તેની તસવીરોને ખૂબ પસંદ કરાય છે. ઘણા તેની પાસે જઈને મારી ધરપકડ કરી લો તેમ કહે છે.

પોલીસ ડિપાર્ટમેન્ટે નોટિસ ફટકારી

એડ્રિએન દરરોજ પોતાની ફિટ બોડી અને વર્કઆઉટના ફોટોગ્રાફ સોશિયલ માડિયામાં અપલોડ કરે છે. લગભગ 2 વર્ષ પહેલાં તે ચર્ચામાં આવી હતી.જેને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, મારા બોસને મારી ફિટનેસ કામગીરીથી કોઈ સમસ્યા નથી. જોકે, આ વર્ષમાં આ પોલીસકર્મીને 6 મહિના માટે લીવ પર મોકલી દેવામાં આવી છે. કારણ એ છે કે, પોલીસ ડિપાર્ટમેન્ટ એમ ઇચ્છે છે કે તે પોલીસકર્મી તરીકે નોકરી કરે નહી કે મોડેલ. પોલીસે આ બાબતે નોટિસ પણ મોકલી છે. જેને મોડલની કામગીરી કરવી હોય તો પોલીસકર્મીની જોબ છોડી દેવા જણાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter