GSTV
Bollywood Entertainment Trending

તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ

બોલીવુડની હસીનાઓ તો સિલ્વર સ્ક્રીન પર પોતાનો જાદુ ચલાવીને અભિનેતાઓને તો આકર્ષે તો છે સાથે સાથે સંખ્યાબંધ યુવાઓ પણ તેમની બોલ્ડનેસ અદાઓ પર ફીદા થઈ જાય છે, અને દિવાના બની જાય છે. ત્યારે આ હસીનાઓને પર તો દેશના સંખ્યાબંધ રાજનેતાઓએ પોતાનું દિલ દઈ દીધું હતું. હાલમાં આપના નેતા રાઘવચઢ્ઢા અને બોલિવુડની અભિનેત્રી પરિણીતી વચ્ચે હાલ અફેરની ચર્ચા ચારેકોર છે. આ પહેલા મંગળવારે AAP સાંસદ સંજીવ અરોરાએ ટ્વિટર દ્વારા રાઘવ અને પરિણીતી ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા. તેણે પોસ્ટ કર્યું, “હું @raghav_chadha અને @Parineeti Chopra ને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. રાઘવ ચઢ્ઢા જ નહીં પરંતુ અન્ય અભિનેત્રીઓના પણ સંખ્યાબંધ રાજનેતાઓ સાથે સંબધો જાહેર થયા છે.

બોલીવુડ અને રાજનીતિ વચ્ચેનો સબંધ કોઈ નવો નથી, સંખ્યાબંધ અભિનેત્રીઓએ ફિલ્મી સિતારાઓને છોડીને રાજનેતાઓ સાથે લગ્ન કર્યા છે. આજે એવી બોલીવુડની હસીનાઓના નામ જણાવીશું કે જેમના દેશના રાજનીતિ સાથે જોડાયેલા રાજનેતાઓ સાથે કથિત રૂપે અફેર હતું. જેમાં બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓના નામ પણ શામેલ છે. સાથે સાથે સાઉથ ઈન્ડસ્ટ્રીઝની કેટલીક અભિનેત્રીઓનું નામ તો પરણીત રાજનેતાઓ સાથે જોડાયેલું હતું. આજે એવા રાજનેતાઓની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમના દિલના તાર બોલીવુડ હસીનાઓ સાથે જોડાયા હતા, અને પોતાની દુલ્હન બનાવવાનું નક્કી કર્યું હતું.

અમરસિંહ- બિપાશા બસુ

સમાજવાદી પાર્ટીના દિવંગત નેતા અને બિઝનેસમેન અમરસિંહનું પણ કથિત રૂપે બોલીવુડની બોલ્ડ અભિનેત્રી બિપાશા બસુ સાથે અફેર હતું. રાજનેતા અને અભિનેત્રી વચ્ચેનું એક કોલ રેકોર્ડિંગ સામે પણ આવ્યું હતું. અને તેના આધાર પર કહેવામાં આવી રહ્યું હતું કે બિપાશા બસુનું અફેર અમર સિંહ સાથે હતું. અભિનેત્રી બિપાશા બાસુ સાથેની તેમની કથિત ‘સેક્સ ટોક’ 2006માં ઓનલાઈન લીક થઈ હતી, જો કે કેટલાક સમય બાદ બિપાશા બસુએ ઓડિયો ટેપમાં પોતાનો અવાજ છે તેની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી.

નગમા- શરદ કુમાર

બોલિવુડ અને સાઉથની આ અભિનેત્રીએ 90sના દશકામાં પોતાની અદાથી ફિલ્મોમાં યુવા દિલોને ઘાયલ કર્યા હતા. હાલમાં કોંગ્રેસમાં એક મહિલા રાજકારણી તરીકે કાર્યરત છે. અભિનેત્રી નગમાનું નામ સંખ્યાબંધ સેલિબ્રિટીઓ સાથે જોડાયું હતું, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટસ અનુસાર ભારતીય વિસ્ફોટક બેટ્સમેન સૌરવ ગાંગુલી સાથે બ્રેકઅપ પછી તેમનું અફેર સાઉથ ઈન્ડિયન અભિનેતા અને રાજનેતા શરદ કુમાર સાથે જોડાયું હતું. જ્યારે શરદ કુમાર નગમા સાથે રિલેશનશીપમાં આવ્યા હતા, ત્યારે તેઓ પરણીત હતા. આ અફેર વિશે જેવું શરદની પત્ની વરલક્ષ્મીને ખબર પડી તો શરદ કુમાર અને તેમની પત્નીના છુટાછેડા થઈ ગયા.

જયલલિતા- એમજી રામચંદ્રન

તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી જયલલિતાના AIADMKના સ્થાપક અને તેમના ગુરુજી એમજી રામચંદ્રન સાથે કથિત રીતે પ્રેમ સંબંધ હતો.

સોનાલી બેન્દ્રે- રાજઠાકરે

કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, 90ના દાયકાની પ્રખ્યાત સોનાલી બેન્દ્રેનું પણ એ સમયે અફેર હતું. અભિનેત્રી જેણે શાહરુખ ખાન, આમીરખાનથી લઈને મોટા અભિનેતાઓ સાથે કાર્ય કર્યું છે. સોનાલી બેન્દ્રેનું MNS સંસ્થાપક રાજ ઠાકરે સાથે અફેર હતું. અને એટલું જ નહીં MNS સંસ્થાપક રાજ ઠાકરે બોલિવુડની પ્રખ્યાત હસીના સોનાલી બેન્દ્રે સાથે લગ્ન કરવા માંગતા હતા. જો કે રાજ ઠાકરેએ બાળસાહેબ ઠાકરેની સલાહ લીધી હતી. આ સલાહ બાદ તેઓ સોનાલી બેન્દ્રેથી અલગ થઈ ગયા હતા કારણ કે તે સમયે તેઓ પહેલેથી જ પરિણીત હતા અને તેનાથી તેમની છબીને અસર થશે.

ડી કુમારસ્વામી-રાધિકા કુમારસ્વામી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી ડી કુમારસ્વામી પણ પ્રણય સ્ટોરી અદભૂત છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી ડી કુમારસ્વામીની આંખો અભિનેત્રી રાધિકા સાથે મળી પછી તેઓ પ્રેમમાં પડ્યા ત્યાર બાદ તેમણે અભિનેત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા. તેઓ સાઉથની પ્રખ્યાત અભિનેત્રી રાધિકા કુમારસ્વામીના પ્રેમમાં પડ્યા હતા. તેમના પ્રેમમાં પાગલ અભિનેત્રીએ પણ પ્રેમનો સ્વીકાર કર્યો હતો, અને નવેમ્બર 2010માં રાધિકાએ ખુલાસો કર્યો કે તેમના લગ્ન એચડી કુમારસ્વામી સાથે થયા હતા. રાધિકાએ જણાવ્યું હતું કે તેમણે 2006માં પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને એક પુત્રી શમિકા છે.

વિજયલક્ષ્મી- સીમાન

કન્નડ અને તમિલ ફિલ્મોની અભિનેત્રી વિજયલક્ષ્મીનું અભિનેતાથી રાજનેતા બનેવા સીમાન સાથે કથિત રૂપે અફેર હતું. અભિનેત્રીએ સીમાન પર લગ્નનો વાયદો કરીને ફરી જવાનો (ધોકો) આપવાનો આરોપ લગાવ્યો હતો.

સ્વરા ભાસ્કર- ફહાદ અહેમદ

સાઉથની બોલ્ડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હંમેશા ચર્ચામાં રહેતી હોય છે ત્યારે તેણે આજ વર્ષમાં 14 તારીખે સમાજવાદી પાર્ટીના નેતા અને પ્રેમી ફહાદ અહેમદ સાથે લગ્ન કરીને બધાને વિચારમાં મૂકી દીધા હતા. એક અહેવાલ અનુસાર 2019-2020માં એકે આંદોલન દરમ્યાન મળ્યા હતા, સ્વરા વિદ્યાર્થીઓ વચ્ચે જોર જોરથી નારા લગાવી રહી હતી. અહીંથી જ બંનેના વિચારો મળ્યા. ફહાદના પ્રગતિશીલ વલણે સ્વરાનું દિલ જીતી લીધું હતું.

આયેશા ટાકિયા- ફરહાન આઝમી

આ યાદીમાં સલમાન ખાનની અભિનેત્રી આયેશા ટાકિયાનું નામ પણ સામેલ છે. આયેશા ટાકિયાએ વર્ષ 2009માં ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા.

દિગ્વિજય સિંહ- અમૃતારાય

પૂર્વ સાંસદ સીએમ દિગ્વિજય સિંહ અને એન્કર અમૃતા રાયની લવસ્ટોરી ખૂબ જ લોકપ્રિય છે. અમૃતા રાયે 24 વર્ષ મોટા દિગ્વિજય સિંહ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્ન પછી બંને ખૂબ જ સફળ કપલ છે. બંને દરેક પગલા પર સાથે જોવા મળે છે. નર્મદા પરિક્રમાથી લઈને ભારત જોડો યાત્રા સુધી, અમૃતા રાય દિગ્વિજય સિંહ સાથે સ્ટેપ મેચ કરતી જોવા મળી છે. અમૃતા રાય આ સંબંધથી ખૂબ જ ખુશ છે. બંનેના લગ્નને લગભગ આઠ વર્ષ થઈ ગયા છે. લોકો હંમેશા એ જાણવા ઈચ્છતા હતા કે બંને વચ્ચે કોણે પહેલું પ્રપોઝ કર્યું હતું. વેલેન્ટાઈન ડે પહેલા અમૃતા રાયે એક સ્થાનિક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના સંબંધો વિશે વાત કરી હતી.

પરિણીતી ચોપડા- રાઘવ ચઢ્ઢા

હાલમાં જ આ લિસ્ટમાં AAP નેતા રાઘવ ચઢ્ઢાનું નામ ઉમેરાઈ રહ્યું છે. રાઘવ ચઢ્ઢાએ દુનિયા સામે ખુલ્લેઆમ પરિણીતી ચોપરા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો નથી, પરંતુ પરિણીતી ચોપરાના ચહેરાની સ્માઈલે ઘણું બધું કહી દીધું છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના સંબંધોના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી બોલિવુડમાં ગૂંજી રહ્યા છે. આમ આદમીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા કેટલીક વખત એક સાથે જોવા મળ્યા છે.

READ ALSO

Related posts

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu

આ દિવસે મા લક્ષ્મીની મૂર્તિની સામે પીળી કોડી રાખો, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Hardik Hingu
GSTV