GSTV
Home » News » આ જગ્યાએ ડેસ્ટિનેશન વેડિંગ કરશે સૌથી સુંદર સાંસદ, જાણો ક્યારે છે સેરેમની

આ જગ્યાએ ડેસ્ટિનેશન વેડિંગ કરશે સૌથી સુંદર સાંસદ, જાણો ક્યારે છે સેરેમની

પશ્ચિમ બંગાળના બશીરહાટ લોકસભા સીટની તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં 19-21 જૂન વચ્ચે લગ્ન કરશે. નુસરત કોલકાતાના બિઝનેસમેન નિખિન જૈન સાથે ડેસ્ટિનેશન વેડિંગ કરશે. સોશિયલ મીડિયમાં નુસરતને સૌથી સુંદર સાંસદ ગણવામાં આવે છે. નુસરતની ઊંમર 29 વર્ષ છે. નુસરત અને નિખિલનાં ગ્રાન્ડ વેડિંગ ટર્કીના બોડરમમાં થશે. ટર્કીમાં કોઇ ટૉલીવુડ સેલેબનાં આ પહેલાં લગ્ન રહેશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન 19-21 જૂન વચ્ચે થશે. 16 જૂને નુસરત તેની ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ટર્કી જવા નીકળશે. 17 જૂને પ્રી-વેડિંગ સેરેમની થશે. 18 જૂને મહેંદી અને સંગીતનું આયોજન થશે.

નુસરતના લગ્નમાં ટૉલીબુડના ઘણા સ્ટાર્સ જોવા મળી શકે છે. ટર્કીમાં લગ્ન બાદ તેઓ ભારતમાં રિસેપ્શન પાર્ટી પણ આપશે. લગ્ન નજીક આવતાં જ કોલકાતામાં નુસરતના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

નુસરતની બેસ્ટ ફ્રેન્ડ અને ટીએમ સાંસદ એક્ટ્રેસ મિમી ચક્રવર્તી પણ નુસરતનાં લગ્નમાં ભાગ લેશે. તે સમયે સંસદનું સત્ર પણ ચાલુ રહેશે. છતાં મિમી મિત્રના લગ્ન માટે સમય કાઢશે.

નુસરતની નિખિલ સાથે ગયા વર્ષે દુર્ગા પૂજા સમયે મુલાકાત થઈ હતી. તે સમયે એક્ટ્રેસ એક સાડીની એડ માટે શૂટિંગ કરી રહી હતી. થોડા મહિના રિલેશનમાં રહ્યા બાદ નુસરત અને નિખિલ લગ્ન કરી રહ્યાં છે.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેનાં લગ્ન વિશે વાત કરતાં કહ્યું કે, આગામી એક અઠવાડિયામાં મારાં લગ્ન છે એટલે હું અત્યારે ખૂબજ વ્યસ્ત છું. મારે મારા વિસ્તારમાં કામ પણા કરવાનું રહેશે અને લગ્નના કારણે પણ બહુ વ્યસ્ત છું.

ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, નિખિલ અને નુસરત એકબીજાને છેલ્લા ત્રણ વર્ષથી ઓળખે છે. નિખિલ વિશે નુસરતે જણાવ્યું છે કે, “પહેલાં તો બે વર્ષ સુધી હું નિખિલ સાથે વાત જ નહોંતી કરતી, પરંતુ પછી અમારા વચ્ચે બહુ સારી બોન્ડિંગ બની ગઈ અને અમે બહુ સારા મિત્રો બની ગયા.”

નુસરત બંગાળી સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે. તેણે 2011માં ફિલ્મ શોત્રુથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ખોકા 420, જમાઇ 420, લવ એક્સપ્રેસ, ક્રિસક્રૉસ, નકાબમાં કામ કરી ચૂકી છે.

Related posts

પાકિસ્તાનના પૂર્વ પીએમ શાહિદ ખાકાન અબ્બાસીની ધરપકડ, લાગ્યાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

Bansari

કેક ખવડાવીને પોલીસ ઓફિસરને બોલ્યા રવિ-કિશન, તમે ચૂંટણી જીતવામાં ખૂબ મદદ કરી

Path Shah

પાર્ટનરને લગ્ન માટે મનાવવાના આ છે સુપરહિટ રીતો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!