GSTV
Gujarat Government Advertisement

Home Loan માટે બેસ્ટ ડીલ: SBI, HDFC, BoB કે ICICI બેન્ક, જાણો ક્યાં ભરવી પડશે સૌથી ઓછી EMI

loan

Last Updated on July 12, 2020 by pratik shah

જો તમે પણ તમારું પોતાનું મકાન ખરીદવાનું સપનું જોતા હોવ, તો આ એક સોનેરી તક છે. હોમ લોન(Home loan)નો વ્યાજ દર 15 વર્ષની નીચી સપાટીએ છે. આ ઘટતા વ્યાજ દરના સિલસિલામાં, ભારતીય સ્ટેટ બેંક અને એચડીએફસી બેંક સહિત લગભગ તમામ મોટી બેન્કોએ તેમના હોમ લોનના (Home Loan) દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કેટલીક બેંકોના હોમલોન પરના વ્યાજના દરમાં 7 ટકાનો ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ ભૂતકાળમાં સતત દરોમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે બેંકો દ્વારા લોનના (Loan)દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, હોમ લોન લેનારાઓ માટે એક મોટી તક છે. પરંતુ લોન લેતા પહેલા બેસ્ટ ડીલની તપાસ કરવી મહત્વપૂર્ણ છે. જો તમે લોન લો છો તો તમારે EMI ક્યાં ઓછું ભરવુ પડશે તે જોવું જોઈએ. જો કે માત્ર ઓછા વ્યાજ જ નહીં, પણ બેંકની વિશ્વસનીયતા તપાસવી પણ મહત્વપૂર્ણ છે.

શું ધ્યાનમાં રાખવું

હોમ લોનનો વિકલ્પ પસંદ કરવા માટે, વ્યક્તિએ માત્ર નીચા વ્યાજ દરને આધાર ન માનવો જોઇએ, પણ બેંકની વિશ્વસનીયતાને ધ્યાનમાં લેવી જોઈએ. આ સિવાય હોમ લોનનો વિકલ્પ પસંદ કરતા પહેલા તમારા ક્રેડિટ સ્કોર વિશે ધ્યાન રાખો. આજના યુગમાં, જેનો ક્રેડિટ સ્કોર સારો છે તેના માટે સૌથી નીચો વ્યાજ દર રિઝર્વ હોય છે. કેટલીક બેંકો બેંચમાર્ક તરીકે 700ના ક્રેડિટ સ્કોરનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલીક અન્ય બેંકો 750 અથવા 800ના ક્રેડિટ સ્કોર ધરાવતા લોકોને પ્રાથમિકતા આપે છે.

એસબીઆઇ

sbi

વર્તમાન વ્યાજ દર: 7 ટકા

હોમ લોન: 25 લાખ રૂપિયા

ટેન્યોર: 20 વર્ષ

દર મહિને ઇએમઆઈ: 19,દર મહિને ઇએમઆઇ: 19,382 રૂપિયા

કુલ વ્યાજ: 21,51,794

કુલ ચુકવણી: 46,51,794

બેંક ઓફ બરોડા

વર્તમાન વ્યાજ દર: 7.5%

હોમ લોન: 25 લાખ રૂપિયા

ટેન્યોર: 20 વર્ષ

દર મહિને ઇએમઆઈ: 20,140 રૂપિયા

કુલ વ્યાજ: 23,33,559 રૂપિયા

કુલ ચુકવણી: 48,33,559 રૂપિયા

એચડીએફસી

hdfc

વર્તમાન વ્યાજ દર: 7.35 ટકા

હોમ લોન: 25 લાખ રૂપિયા

ટેન્યોર: 20 વર્ષ

દર મહિને ઇએમઆઈ: 19911 રૂપિયા

કુલ વ્યાજ: 22,78,677 રૂપિયા

કુલ ચુકવણી: 47,78, 677

આઈસીઆઈસીઆઈ બેંક

વર્તમાન વ્યાજ દર: 8.10 ટકા

હોમ લોન: 25 લાખ રૂપિયા

ટેન્યોર: 20 વર્ષ

દર મહિને EMI: 21,067 રૂપિયા

કુલ વ્યાજ: 25,56,046 રૂપિયા

કુલ ચુકવણી: 50,56,046

આ બેંકોમાં હોમ લોન પરનો સૌથી નીચો વ્યાજ દર…

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા – 6.70%

બેંક ઓફ બરોડા – 7.35% થી 8.25%

બેન્ક ઓફ ઇન્ડિયા – 6.85%

સેન્ટ્રલ બેંક – 6.85%

કેનેરા બેંક – 6.90%

પંજાબ અને સિંધ બેંક – 6.90%

યુકો બેંક – 6.90%

એચડીએફસી બેંક – 7.35%

ભારતીય સ્ટેટ બેંક – 6.95% થી 7.35%

Read Also

Gujarat Government Advertisement

Related posts

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

pratik shah

ઓ બાપ રે! સીતાનો રોલ કરવા માટે આલિયા ભટ્ટે લીધી આટલી તગડી ફી! તૂટી જશે તમામ રેકોર્ડ

Bansari

યુવતીએ કોન્સ્ટેબલ પર લગાવ્યા અશ્લીલ મેસેજ મોકલવાના આરોપ, SPએ કહ્યું, WhatsApp ચલાવવું જરૂરી છે ?

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!