GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

OMG! જંગલમાં રીંછે પિતા-પુત્ર પર અચાનક કર્યો હુમલો, સંભળાવવામાં આવી અનોખી સજા કે જાણી થઈ જશો આશ્વર્યચકિત

ઈટલીથી એક એજબ-ગજબ મામલો સામે આવ્યો છે. અહીંયા એક બાપ-દીકરા પર હુમલો કરવાને લઈને રીંછને મોતની સજા સંભળાવવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, ટ્રેંટિનોના ઉત્તરી ક્ષેત્રમાં છેલ્લા એક અઠવાડિયાથી એક બાપ-દીકરાની એજોડી હાઈકિંગ પર ગઈ હતી. આ દરમિયાન તેમના ઉપર એક ભાલુએ હુમલો કરી દીધો હતો. આ ઘટના સોમવારની છે. જ્યાં 59 વર્ષના ફેબિઓ મિસ્સરોની પોતાના 28 વર્ષના દિકરા ક્રિશ્વિયન મિસ્સરોની સાથે જઈ રહ્યા હતા. આ વચ્ચે તેમના રસ્તામાં ભાલૂ આવી ગયો. ભાલૂએ આ બંને પર અચાનક જાનલેવા હુમલો કરી દીધો. દીકરા ક્રિશ્વિયને જણાવ્યુ કે, ભાલૂએ તેમનો પગ પકડી લીધો હતો. તેમના પિતા તેને ભાલૂના ચંગુલથી છોડાવવા માટે તેના ખભા પર ચડી ગયા હતા.

બાપ-દીકરાએ તેની ફરિયાદ દાખલ કરી

ક્રિશ્વિયને જણાવ્યુ કે, ત્યારબાદ રીંછએ તેમને છોડીને તેના પિતાના પગને ત્રણ જગ્યાએથી તોડી દીધો. ક્રશ્વિયને ત્યારે ભાલુનુ ધ્યાન ભટકાવવા માટે પોતાના હાથને હવામાં ઉપરથી નીચે કર્યા અને તાળી વગાડી. આવુ કરવાથી ભાલૂ જંગલમાં ભાગી ગયો હતો. ત્યારબાદ બાપ-દીકરાએ તેની ફરિયાદ દાખલ કરી હતી. ટ્રેટિનો ગર્વનરે ત્યારબાદ ભાલૂને પકડવા અને તેને મારવાના આદેશ પર સહી કરી હતી. ત્યારબાદ જંગલના અધિકારી બાપ-દીકરાના ઘાવથી લાર તથા કપડાથી મળેલ લોહીના DNA કરાવીને તેના થકી ભાલીને ઓળખવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારબાદ ભાલુને જાનથી મારી દેવામાં આવશે.

22 હજારથી વધારે લોકોએ આ પિટિશનને સાઈન કરી

જોકે, ઘણા એનીમલ રાઈટ્સ ગૃપ તથા માનવાધિકાર કાર્યકર્તા ગર્વનરે આ નિર્ણયની આલોચના કરી રહ્યા છે. ઈટલીની ‘વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ’ બ્રાંચે તેને લઈને ઓનલાઈન પિટિશન શરૂ કરી છે. 22 હજારથી પણ વધારે લોકો આ પિટિશનને સાઈન કરી ચૂક્યા છે. ઈટલીની એનવાયરનમેંટ મિનિસ્ટર પણ ભાલૂની મોતની સજાની વિરુદ્ધ છે. તેમણે કહ્યુ છે કે, બની શકે કે, ભાલૂ પોતાના બાળકની રક્ષા કરી રહ્યા છે.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!