પાણીની તંગી માટે તૈયાર રહેજો કારણ કે હિમાલયનો ગ્લેશિયર દિનપ્રતિદિન પીગળી રહ્યો છે

ક્લાઈમેટ ચેન્જની અસરને કારણે હિમાલયમાં ગ્લેશિયર ઝડપથી પિગળી રહ્યા છે. હિમાલયના પર્વર્તીય વિસ્તારોમાં ગ્લેશિયરના પિગળવાને કારણે ભારત, પાકિસ્તાન અને નેપાળના વિભિન્ન ક્ષેત્રોમાં ભવિષ્યમાં પાણીની તંગી ઉભી થવાની શક્યતા છે. અમેરિકાની ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે જળવાયુ પરિવર્તનથી એન્ડિઝ માઉન્ટેન અને તિબેટના પહાડી વિસ્તારોમાં રહેતા લોકો પર ઘણી ખરાબ અસર ઉભી થવાની શક્યતા છે.

ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના પર્યાવરણ વિજ્ઞાની લોની થોમ્પસને કહ્યુ છે કે 2100 સુધીમાં પચાસ ટકા ગ્લેશિયર ઓગળી જશે. સૌથી ખરાબ સ્થિતિમાં અંદાજે બે તૃતિયાંશ ગ્લેશિયરના પિગળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સંશોધકોનું કહેવું છે કે જળની આપૂર્તિ ઘટી રહી છે. જ્યારે વસ્તી વધવાને કારણે માગણી વધી રહી છે. 2016માં ચીન અને ભારતમાં સંશોધકોએ તિબેટના પહાડી વિસ્તારો પર સંશોધન શરૂ કરવામાં આવ્યા હતા. અહીં હજારો ગ્લેશિયર આવેલા છે.

તેના દ્વારા અફઘાનિસ્તાન, ભૂટાન, ચીન, ભારત, નેપાળ, પાકિસ્તાન અને તાજિકિસ્તાનમાં પાણીની આપૂર્તિ થાય છે. આંતરરાષ્ટ્રીય સંશોધક દળે તિબેટના પઠાર ક્ષેત્રને ત્રીજો ધ્રુવ ગણાવ્યો છે. કારણ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવની બહાર દુનિયામાં સૌથી તાજા પાણીનો અહીં સૌથી મોટો સ્ત્રોત છે. સંશોધકોએ તિબેટના પહાડી વિસ્તારો અને એન્ડિઝ માઉન્ટેનના બપના નમૂનાને લઈને તાપમાન, હવાની ગુણવત્તા અને અન્ય ઘટનાઓનું વિશ્લેષણ કર્યું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter