GSTV
Home » News » ધુમ્રપાનથી શરીરનાં DNAને ગંભીર નુકસાન , તારણ જાણીને ચોંકી ઉઠશો

ધુમ્રપાનથી શરીરનાં DNAને ગંભીર નુકસાન , તારણ જાણીને ચોંકી ઉઠશો

ધુમ્રપાનથી માત્ર ફેફસા જ નહી હૃદય, કિડની અને શુક્રાણુઓને પણ નુકસાન થાય છે. તે પુરુષોની ઇન્ફર્ટીલિટીનું કારણ બની શકે છે. જાણકાર ડૉક્ટર્સનું કહેવું છે કે ધુમ્રપાનથી સ્ત્રીઓમાં ઇન્ફર્ટીલિટીની શક્યતા 60 ટકા વધે છે. ધુમ્રપાનનો એક્ટોપિક ગર્ભાવસ્થા સાથે સંબંધ હોઈ શકે છે અને આના લીધે ફેલોપિયન ટ્યૂબમાં તકલીફ થઇ શકે છે. 

એક્ટોપિક ગર્ભાવસ્થામાં ઇંડા ગર્ભાશય સુધી પહોંચવાને બદલે ફેલોપિયન ટ્યૂબમાં સ્થાપિત થઇ જાય છે. જેના લીધે ગર્ભાશયમાં પરિવર્તન આવી શકે છે અને એના લીધે ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. સિગરેટમાં રહેલા કેમિકલ્સ અંડાશયની અંદર એન્ટીઓક્સીડન્ટના સ્તરને અસંતુલિત કરે છે. જેના પગલે પછી ઇમ્પ્લાન્ટેશનમાં કમી આવવા લાગે છે. ડૉક્ટર્સનું કહેવું છે કે સગર્ભાવસ્થામાં ધુમ્રપાન કરનારી સ્ત્રીઓના ગર્ભસ્થ બાળકને નુકસાન થઇ શકે છે.

ઘણીવાર તેમને સમય કરતાં વહેલા પ્રસવપીડા ઉપડે છે. સ્મોકિંગ કરતી આઈવીએ દર્દી સ્ત્રીઓમાં સ્મોકિંગ ના કરતી સ્ત્રીઓની તુલનામાં ગર્ભાવસ્થાનો દર 30 ટકા ઓછો હોય છે. ડૉક્ટર્સનું કહેવું છે કે એક દિવસમાં 5 કરતાં વધારે સિગરેટ પીવાથી ગર્ભધારણ કરવાની ક્ષમતાને નુકસાન થાય છે. તંબાકુની માઠી અસર પુરુષોની પ્રજનન ક્ષમતા પર તો થાય છે. સાથે જ તે રક્તવાહીનીઓને પણ નુકસાન થાય છે અને લોહીના પ્રવાહને અસર થાય છે. 

તંબાકુને લીધે ક્રોમોસોમને નુકસાન થાય છે અને શુક્રાણુમાં ડીએનએ ફ્રેગમેન્ટેશન થઇ શકે છે. ધુમ્રપાન શુક્રાણુને નુકસાન પહોંચાડે છે જેના લીધે નિષેચનની સંભાવના ઘટે છે.  સ્મોકિંગ કરતા લોકોના શુક્રાણુથી વિકસિત ભ્રૂણમાં ડીએનએની ક્ષતિના લીધે એના જીવંત રહેવાની સંભાવના પણ ઘટી જાય છે. 

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!