મેકઅપનાં શોખીન જરા ચેતી જજો, નહીંતર ચહેરો પણ જોવો નહીં ગમે પોતાનો

પેરિસની 19 વર્ષની એસ્ટિલે લોકલ સુપરમાર્કેટમાંથી વાળમાં મૂકવા માટે ડાઈ ખરીદી હતી. ડાઈના પેકેટ પર આપેલા સ્ટેપ્સના આધારે એસ્ટિલે ડાઇને માથા પર લગાવી. ડાઈના લગાવ્યાંના થોડા સમય પછી એસ્ટિલને શ્વાસ લેવાની તકલીફ થવા લાગી અને માથામાં ખજવાળ આવવા લાગી.

બીજા દિવસે સવારે એસ્ટિલે જ્યારે જોયું તો તેનું માથું પહેલાં જેવું ન હતું, પણ બે ગણું મોટુ થઈ ગયું હતું. માપ્યું ત્યારે ખબર પડી કે 63 સેન્ટિમીટરનું થઈ ગયું છે. માત્ર માથું જ નહીં, પણ એસ્ટિલની જીભનું કદ પણ વધતું હતું. પછી ડોક્ટર પાસે ગઈ ત્યારે ખબર પડી કે ડાઇમાં હાજર PPD કેમિકલનાં કારણ આ રીએક્શન આવ્યું છે. ડાઈમાં હાજર PPD (Paraphenylenediamin) નામનું કેમિકલ સામાન્ય રીતે બધા જ પ્રસાધનોમાં હાજર હોય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter