ગમે તે વસ્તુ આરોગવાની ટેવ હોય તો ચેતી જજો, નહીંતર આવું થશે

આપણા હાડકાંની મજબૂતાઈ માટે કેલ્શિયમ એ એક આવશ્યક તત્વ છે. કેલ્શિયમની અછત એ હાડકાંને નબળુ બનાવે છે તેમજ હાડકા સાથે સંકળાયેલ ઘણાં રોગોનું જોખમ પણ વધે છે. શું તમે જાણો છો કે અમુક એવા ખાદ્ય પદાર્થો છે કે જે હાડકાને ખૂબ નુકશાન પહોંચાડે છે. ખરેખર, કેલ્શિયમ આપણે ખોરાક દ્વારા જ મળે છે, માત્ર 20 થી 30 ટકા કેલ્શિયમ શરીરમાં ઉપલબ્ધ હોય છે. જો એવામાં તમે કેલ્સીયમ ખતમ કરે એવા ખોરાકનો ઉપયોગ કરો છો, તો હાડકાં નબળા થઈ જશે.

ચોકલેટ

ચોકલેટ સતત ખાવાથી હાડકા નબળા થાય છે. આ ઑસ્ટિયોપોરોસિસ અને અસ્થિ ફ્રેક્ચરનું જોખમ વધારે છે. ચોકલેટમાં હાજર ફ્લેવોનોલ અને કેલ્શિયમ ‘હાડકાની ખનિજ ઘનતા’ માટે હકારાત્મક અસર કરે છે, પરંતુ તેમાં ઑક્સેટેટ પણ હોય છે.

ચા, કોફીની ટેવ

કેફીન શરીર સુધી પહોંચવાના ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે. શરીરના હાડકાં પર કેફીનની ખરાબ અસર થાય છે. કેફીનનાં કારણે શરીરમાં કેલ્શિયમ નાશ પામે છે. કેલ્શિયમના નીચા સ્તરને લીધે અસ્થિ અને સ્નાયુઓ નબળા થવા માંડે છે.

બ્રેડ, કેક અને અન્ય બેકરી ખોરાક

ઘણા લોકો બેકરી ખોરાક જેવો કે બન્સ, કેક, રસ્ક વગેરે જેવો ખોરાક વધુ પસંદ હોય છે. પરંતુ તેમાં ખાંડ અને ઘણાં હાનિકારક પદાર્થોનો જથ્થો હોય છે, જેના કારણે શરીરના હાડકાં વધારે પડતા પોલા થઈ જાય છે અને વ્યક્તિ ઑસ્ટિઓપોરોસિસનો ભોગ બને છે. આ ઉપરાંત, ઘણા સંશોધનમાં તે મળી આવ્યું છે કે બેકરી ઉત્પાદનોની પ્રક્રિયા દરમિયાન ખોરાકમાં હાજર બધા પોષક તત્વોનો નાશ થાય છે.

સોફ્ટ પીણા

સોફ્ટ પીણાં અથવા ઠંડા પીણા ભોજન દ્વારા મળેલા કેલ્શિયમને જ નષ્ટ કરી નાખે છે તેમજ તમારા શરીરમાં પહેલાથી હાજર રહેલા કેલ્શિયમને પણ શોષી લે છે. તેથી, જે લોકો ખૂબ વધારે હળવા પીણાં, ઠંડા પીણાં, સોડા ઓર્ફલેવરનો રસ પીતા હોય છે, તેમનાં હાડકાં નબળા બને છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter