GSTV

એલર્ટ/ ઇ-મેલ કે મેસેજમાં આવી ઑફર મળે તો ચેતજો, નહીંતર બેંક એકાઉન્ટમાંથી ઉપડી જશે રૂપિયા

મેસેજ

Last Updated on June 22, 2021 by Bansari

જો તમે કોઈ નોકરી શોધી રહ્યા છો અને તમને કોઈ ઈ-મેલ અથવા  મેસેજમાં જોબની ઓફર મળે છે, તો ખુશ થવાની જરૂર નથી. આવા મેસેજ પ્રાપ્ત કરતી વખતે ખૂબ કાળજી લેવાની જરૂર છે. ગૃહ મંત્રાલયે આવા ફ્રોડ અંગે એલર્ટ જારી કર્યું છે. સરકારે આવા મેસેજથી સાવચેત રહેવાની અપીલ કરી છે. મેસેજ જોઇને, તેના પર આપેલી લિંકને ક્લિક કરતા પહેલા બે વાર વિચાર કરજો. આમ કરવું તમારા માટે હાનિકારક હોઈ શકે છે.

લોકોને મળી રહ્યાં છે આવા ઈ-મેલ

એલર્ટ મુજબ, કેટલાક ફ્રોડ કરનાર સરકારી અને કોર્પોરેટ સંસ્થાઓના નામનો ઓનલાઇન નોકરીની તકો માટે દુરૂપયોગ કરી રહ્યા છે. તમારા ઇમેઇલ અથવા મેસેજિંગ એપ્લિકેશન પર મોકલેલા ફેક જોબ એપોઇન્ટમેન્ટ લેટરથી સાવચેત રહો. નોકરી માટે અરજી કરતા પહેલા આ વેબસાઇટ્સની ઓથેંટિસિટી તપાસો. ગૃહ મંત્રાલયના સાયબર સિક્યુરિટી ટ્વિટર હેન્ડલ સાયબર દોસ્ત (Cyber Dost) દ્વારા એક એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે આવા દગાખોરોથી કેવી રીતે બચી શકાય.

જાણો શું છે એલર્ટ?

સાયબર દોસ્તના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી શેર કરવામાં આવી છે. આમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારા ઇમેઇલ અથવા મેસેજિંગ એપ્લિકેશન પર મોકલેલા ફેક જોબ એપોઇન્ટમેન્ટ લેટરથી સાવધ રહો. ફ્રોડસ્ટર્સ રજીસ્ટ્રેશન અથવા ઇન્ટરવ્યૂ ચાર્જના નામે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. કેટલાક છેતરપિંડી કરનારાઓ ઓનલાઇન નોકરીની તકો માટે સરકાર અને કોર્પોરેટ સંસ્થાઓના નામનો દુરૂપયોગ કરી રહ્યા છે. નોકરી માટે અરજી કરતા પહેલા આ વેબસાઇટ્સની પ્રમાણિકતાની ચકાસણી કરો.

તમે અહીં ફરિયાદ કરી શકો છો

જો તમને લાગે છે કે તમારી સાથે કંઇક ખોટું થઇ રહ્યું છે, તો પછી તમે સાયબર દોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ www.cybercrime.gov.in ની મુલાકાત લઈને તેના વિશે ફરિયાદ કરી શકો છો.

મેસેજ

કોઈની સાથે યુપીઆઈ પિન શેર કરશો નહીં

આ સાથે સાયબર દોસ્તે લોકોને યુપીઆઈના ફ્રોડ અંગે ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે તમારો યુપીઆઈ પિન બીજા કોઈની સાથે શેર કરશો નહીં. તમારા યુપીઆઈ પિનને સીક્રેટ રાખો. છેતરપિંડીવાળી જાહેરાત કે ઓફર્સ પર ક્લિક કરશો નહીં કે જે તમારો યુપીઆઈ પિન માંગે છે અને તમારા યુપીઆઈ એકાઉન્ટમાંથી પૈસા કાપવાનો પ્રયાસ કરશે.

ખાતામાંથી ઉપડી જશે રૂપિયા

કોઈ અજાણ્યા સોર્સથી પ્રાપ્ત થયેલો ક્યૂઆર કોડ સ્કેન કરશો નહીં. આ તમારા ખાતામાંથી પૈસા સાફ કરી શકે છે. યુપીઆઈ તમારા યુપીઆઈ ખાતામાં પૈસા મેળવવા માટે પિન માંગતો નથી.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!