GSTV

સાવધાન! શું તમે પણ વોટ્સએપ પર ગૃપ ચેટિંગ કરો છો ? અજાણ્યા યુઝર્સ વાંચે છે તમારા પર્સનલ મેસેજ

વર્તમાન સમયમાં WhatsApp પર ગૃપ ચેટિંગ કરવી ખૂબ જ મજેદાર બનતી જાય છે. ઘણી વખત લોકો પોતાના મિત્રો, પરિવારજનો અને ઓફિસના કર્માચારીઓની સાથે ગૃપમાં ચેટિંગ રતા હોય છે, પરંતુ શુ તમે જાણો છો કે, આ ગૃપ ચેટિંગ કરવાથી મારા WhatsApp ની પ્રાઈવેસી ખતમ થઈ શકે છે. જો તમે આ વાતને નથી જાણતા તો, આજે અમે તમને જણાવીશુ કે, કોઈ અજાણ્યા વ્યક્તિ કે બીજા વ્યક્તિ તમારા મેસેજને સરળતાથી વાંચી શકે છે.

હેક થઈ શકે છે તમારી પ્રાઈવેસી

યુઝર્સ ગૃપ એડમિન્સ મેમ્બર એડ કરવા માટે વોટ્સએપમાં ‘Invite to Group via Link’ ફીચરનો વપરાશ કરે છે. જો આ ઈન્વાઈટ લિંક પ્રાઈવેટ નહી હોય તો, તમારી પ્રાઈવેસી હેક થવાનો ખતરો વધી જાય છે. તે સિવાય જો કોઈપણ યુઝર આ લિંકને ઈન્ટરનેટ પર ખોટી જગ્યાએ શેર કરી દે છે તો, તમારા માટે પરેશાનીનુ કારણ પણ બની શકે છે.

કોઈપણ કરી શકે છે ડેટા એક્સેસ

ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન શેર કરવામાં આવેલ વોટ્સએપ ગૃપ ઈન્વાઈટ લિંકને ગૂગલ સરળતાથી શોધી શકે છે અને આ લિંક કોઈપણ ખોટા યૂઝરની હાથમાં આવી જાય તો, તમારા પ્રાઈવેટ વોટ્સએપ ગૃપને જોઈને કરીને ટેડા એક્સેસે કરી શકે છે.

આ પત્રકારે દર્શાવી ખામી

વોટ્સએપની આ મોટી ખામી વિશે સૌથા પહેલા જોર્ડન વિલ્ડન નામની એક પત્રકારે જણાવ્યુ કે, જોર્ડન વિલ્ડને પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને તેના વિશે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, ‘Invite to Group via Link’ ના URL ને જો ગૂગલ ઈન્ડેક્સ કરે છે તો, કોઈપણ તમારા સાચા ટર્મ થકી સરળતાથી શોધી શકે છે.

કોઈને પણ મળી શકે છે જાણકારી

ગૃપ ચેટ લિંક બેસ URL તરીકે chat.whatsapp.com નો વપરાશ કરે છે, જેને ગૂગલ પર સાઈટ મોડિફાયર થકી સરળતાથી સર્ચ કરી શકાય છે. તે સિવાય જો કોઈ પણ યૂઝર કોઈ ગૃપને જોઈન કરી લેશે ચો તેમની પણ બધી જ ચેટ્સ અને નંબર વિશે જાણકારી લઈ શકે છે.

એક્સપર્ટે આપી જાણકારી

એક્સપર્ટ્સે જણાવ્યુ કે આ પ્રાઈવેસના ઈશ્યુમાં ગૂગલ અથવા કોઈપણ અન્ય સર્ચ એન્જીનની કોઈપણ પ્રકારની ભૂલ નથી. આ ખામી Whatsapp તરફથી છે. કંપનીએ યૂઝર્સની પ્રાઈવેસીને સિક્યોર રાખવા માટે ‘noindex’ જેવા મેટા ટૈગનો વપરાશ કરવો જોઈએ, જેથી યૂઝર્સની પ્રાઈવેસી બનેલી રહી શકે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!