જો તમે Android સ્માર્ટફોનયુઝર છો તો સરકારની કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા દ્વારા એક મોટું એલર્ટ આપવામાં આવ્યું છે. આ એલર્ટ એન્ડ્રોઇડ માલવેર ‘બ્લેકરોક’ને લઈને આપવામાં આવ્યું છે. જેની મદદથી એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી બેન્કિંગ અને અન્ય જરૂરી દેતા ચોરી કરીને તમારા બેન્ક એકાઉન્ટને ખાલી કરી શકાય છે.

મળતી જાણકારી અનુસાર, આ માલવેર દ્વારા ક્રેડિટ કાર્ડ, ઈ-મેઈલ, ઈ-કોમર્સ અને સોશ્યલ મીડિયા એપ્લિકેશન સહીત 300 થી વધુ મોબાઈલ એપ્સની માહિતી ચોરી કરી શકાય છે. cert-in ના જણાવ્યા અનુસાર, ‘ટ્રોઝન’ કેટેગરીનો બ્લેકરોક વાયરસ સમગ્ર દુનિયામાં એક્ટિવ થઇ ગયો છે. થોડા દિવસ પહેલા નેધરલેન્ડ તરફથી આ માલવેરને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
300 થી વધુ એપ્સને કરે છે ટાર્ગેટ
cert-in ના જણાવ્યા અનુસાર આ વાયરસને Xerxes બેન્કિંગ માલવેરની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આ વાયરસ LokiBot Android ટ્રોઝન પર આધારિત છે. આ વાયરસ કેટલો ખતરનાક છે તેનો અંદાજો એ વાત પરથી લગાવવામાં આવી શકાય છે કે આ 337 એપ્સને એક સાથે ટાર્ગેટ કરે છે. આ વાયરસ ફાયનાન્સિયલ એપ્સથી લઈને સોશ્યલ મીડિયા સહીત તમામ પ્રચલિત એપ્સને નિશાન બનાવી માહિતી ચોરી કરી શકે છે. આ વાયરસના નિશાને નેટવર્કિંગ અને ડેટિંગ પ્લેટફોર્મ્સ પણ સામેલ છે.

Android સ્માર્ટફોનમાંથી આ રીતે કરે છે ડેટા ચોરી
cert-in અનુસાર આ વાયરસને જયારે કોઈ ડિવાઇસમાં નાખવામાં આવે છે તો આ એપ ડ્રાયવર્મા પોતાના આઇકનને હાઇડ કરી દે છે. ત્યારબાદ ગૂગલ અપડેટના નામે આપણે એક નોટિફિકેશન આવે છે. જે સંપૂર્ણપણે ફેક હોય છે. ગુગલ અપડેટની રીતે આ તમારી પાસે માલવેર એક્સેસીબિલીટી માંગે છે. જેની અનુમતિ આપતા અન્ય તમામ પરમિશન પોતાની રીતે લઇને દેતા ચોરી કરવાનું કામ કરે છે.
શું છે ઉપાય?
મીડિયા રિપોર્ટ મુજબ, અત્યાર સુધી આ વાયરસથી બચવાનો કોઈ ઉકેલ સામે નથી આવ્યો. જાણકારોના મત મુજબ, હાલની સ્થિતિમાં Android સ્માર્ટફોનમાં મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કે અપલોડ ન કરવી જોઈએ. કોઈપણ એપ્લિકેશનને જરૂરી પરમિશન આપતા બચવું જોઈએ જેથી આપણી સાથે કોઈ છેતરપિંડી ન થાય.
જણાવી દઈએ કે વર્ષ 2014 બાદ બેન્કિંગ ટ્રોઝન વાયરસની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. 2019માં તેમાં થોડો ઘટાડો થયો હતો પરંતુ 2020માં ફરીથી તેમાં તેજી આવી છે.
MUST READ:
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી
- જર્મનીની જીત / હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવીને જર્મનીએ ખિતાબ જીત્યો