GSTV

એલર્ટ / આધાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં આ જાણી લો નહીં તો…, સરકારે આપી આ ચેતવણી

Last Updated on June 25, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં હવે દિવસે ને દિવસે સતત કેશલેસ ટ્રાન્ઝેક્શન અથવા ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નફો થતો જઇ રહ્યો છે. કોરોના મહામારીના કારણે લોકો હવે તેની પર વધારે ભરોસો કરવા લાગ્યા છે. આ સમયે પેટીએમથી લઇને ગૂગલ પે, ફોન પે અને આ પ્રકારના અનેક પ્લેટફોર્મ ઉપલબ્ધ હોય છે અને લોકો તેનો પ્રયોગ કરી રહ્યાં છે. એવામાં આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ (AEPS) નો ટ્રેન્ડ પણ હવે વધી રહ્યો છે. આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના કારણે હવે ફ્રોડ પણ વધવા લાગ્યા છે. એવામાં લોકોને સતર્ક રહેવાની પણ જરૂરિયાત છે.

બાયોમેટ્રિક જાણકારી સુરક્ષિત રાખો

ગૃહ મંત્રાલય તરફથી એ તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે કે, જેઓ આ સમયે AEPS નો પ્રયોગ કરી રહ્યાં છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, બાયોમેટ્રિક જાણકારી ખૂબ જ ખાનગી હોય છે અને સંવેદનશીલ પણ. એવામાં આ વાતને સુનિશ્ચિત કરવી જોઇએ કે, તેઓ સુરક્ષિત રહે. મંત્રાલયના જણાવ્યાં અનુસાર, ક્યારેય પણ શંકાસ્પદ અને અનધિકૃત જગ્યાઓ પર ન તો ફિંગર પ્રિન્ટ આપવી જોઇએ અને ન તો રેટિના સ્કેન.

શું હોય છે AEPS અને કેવી રીતે તે કામ કરે છે?

AEPS બેંક પર આધારિત એક મૉડલ છે કે, જે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. તેનો પ્રયોગ આધાર ઓથેન્ટિકેશનનો પ્રયોગ કરવારી બેંકોમાં હોઇ શકે છે. AEPS, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા વિકસિત એક સિસ્ટમ છે. આ સિસ્ટમ લોકોના આધાર નંબર અને તેમની ફિંગરપ્રિન્ટ / આઇરિસ સ્કેનની મદદથી ચકાસણી કરીને માઇક્રો-એટીએમ દ્વારા રૂપિયા નીકાળવાની સુવિધા પ્રદાન કરે છે. લોકોને પૈસા નીકાળવા માટે પોતાના બેંક ખાતાની જાણકારી આપવાની જરૂરિયાત નથી પડતી. આ ચૂકવણી સિસ્ટમની સહાયતાથી લોકો પોતાના આધાર નંબર દ્વારા એક બેંક એકાઉન્ટથી અન્ય બેંક એકાઉન્ટમાં પૈસા મોકલી શકે અને તે પ્રાપ્ત કરી શકે છે.

online transaction

કઇ-કઇ સુવિધાઓ?

આ સુવિધાનો ફાયદો માત્ર એ જ ગ્રાહક લઇ શકે છે કે જેઓનું બેંક એકાઉન્ટ આધાર સાથે જોડાયેલું હોય. આધાર લિંક બેંક એકાઉન્ટવાળા કોઇ પણ ખાતાધારક આ સિસ્ટમના આધારે લેણદેણનો આરંભ કરી શકે છે. તેને પોતાની ઓળખને ફિંગરપ્રિન્ટ સ્કેન અને આધાર પ્રમાણીકરણ પ્રક્રિયા સાથે પ્રમાણિત કરવાની હોય છે. આધાર પેમેન્ટથી રકમ નીકાળવાની, એકાઉન્ટમાં જમા રકમની જાણકારી, આધાર સાથે અન્યના આધાર લિંક એકાઉન્ટમાં પૈસા મોકલવા અને મિની સ્ટેટમેન્ટ જેવી સુવિધાઓ લોકોને મળે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!