GSTV

સાવધાન / શું તમે તમારા બેંક સંબંધિત કામ ફોનથી કરો છો? જો જવાબ હાં હોય તો આ ટ્રિકથી રહો સચેત, થઇ શકે છે રૂપિયાની ઉચાપત

Last Updated on June 24, 2021 by Zainul Ansari

કોરોનાકાળમાં મોટાભાગના લોકો મોબાઇલ દ્વારા જ પોતાના બધા કામ કરી રહ્યા છે. તેમા બેંક સંબંધિત કામ પણ સામેલ છે. જોકે આ સમયગાળામાં સાયબર છેતરપિંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. તેથી આપણે સાવધાની રાખવાની ખૂબ જ જરૂરી છે. તમારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે સાયબર ક્રિમિનલ કઇ રીતે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. ચાલો જાણીએ કઇ કોમન રીતે સાયબર ક્રિમિનલ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે.

UPI દ્વારા છેતરપિંડી

UPIના માધ્યમથી છેતરપિંડી ખૂબ જ વધારે પ્રમાણમાં થઇ રહી છે. UPI દ્વારા કોઇ વ્યક્તિને ડેબિટ લિંક મોકલે છે અને જેમ જ તે એ લિંક પર ક્લિક કરી પોતાનો પિન નાંખે છે, તો તેના ખાતામાંથી રૂપિયા છૂમંતર થઇ જાય છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે કોઇ પણ અજાણી લિંક પર ક્લિક ના કરો.

QR કોડ મારફતે છેતરપિંડી

QR એટલે ક્વિક રિસ્પોન્સ કોડ દ્વારા પણ છેતરપિંડી થઇ રહી છે. ફ્રોડ આચરનારા મોબાઇલ પર ક્યૂઆર કોડ મોકલે છે. તેના દ્વારા ફ્રોડ કરે છે. મોબાઇલ પર ક્યૂઆર કોડ મોકલવામાં આવે છે અને જેને આ કોડ મળે છે તે લિંકને ક્લિક કરે છે તો સાયબર ગુનેગાર તેના મોબાઇલ ફોનનો ક્યૂઆર કોડ સ્કેન કરી બેંક અકાઉન્ટમાંથી રૂપિયાની ઉચાપત કરી લે છે.

નોકરીના નામે રમત

નોકરીના નામે પણ છેતરપિંડી થાય છે. તેઓ ફેક નોકરી જાહેરાત આપે છે અથવા લિંક મોકલે છે. જેના પર ક્લિક કરતા તમારી જાણકારી શેર થઇ જાય છે. ઉપરાંત જોબ પોર્ટલના નામે તમારા પાસેથી ફી વસુલવામાં આવે છે. કોઇ પણ પોર્ટલ પર પેમેન્ટ કરતા પહેલા સાવચેતી વર્તો.

ATM કાર્ડ ક્લોનિંગ

ATM કાર્ડ ક્લોનિંગ પણ વધતી જાય છે. ATM ક્લોનિંગ દ્વારા પણ ગ્રાહકોની સંપૂર્ણ જાણકારી સાયબર ગુનેગારો ચોરી લે છે અને એક ડુપ્લિકેટ કાર્ડ બનાવી તમારા ખાતામાંથી રૂપિયા કાઢી લે છે.

સાયબર છેતરપિંડી માટે નંબર

સાયબર ફ્રોડના કારણે નાણાકિય જોખમને રોકવા માટે હેલ્પલાઇન નંબર 155260 જારી કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર 155260 અને તેના રિપોર્ટટિંગ પ્લેટફોર્મને ગૃહ મંત્રાલય હેઠળ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!