GSTV
Business Trending

સાવધાન/ સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરતી વખતે રાખો સાવચેતી, નહિંતર નોકરી પરથી હાથ ધોવો પડશે

આજકાલ જ્યારે તમે નોકરી માટે અરજી કરો છો, ત્યારે કંપનીઓ તમારી પાસેથી તમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ વિશે માહિતી માંગે છે. આ દિવસોમાં તે ખૂબ જ સામાન્ય બની ગયું છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે કંપનીઓ આવું શા માટે કરે છે? અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આની પાછળનું કારણ શું છે?

નોકરીમાં સોશિયલ મીડિયા પોસ્ટનું મહત્વ

ટ્રાઈડેન્ટ ગ્રુપના ગ્રુપ ચીફ એચઆર ઓફિસર પૂજા બી. લુથરા (Pooja B. Luthra) કહે છે, ‘આજના સમયમાં કંપનીઓ દ્વારા ઉમેદવારોની ‘સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ’ સામાન્ય બની ગઈ છે.

લુથરાએ કહ્યું, “ઘણી કંપનીઓ સોશિયલ મીડિયા પોસ્ટના આધારે ઉમેદવારોને રિજેક્ટ પણ કરે છે.” આવી સ્થિતિમાં, આગલી વખતે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ મૂકતા પહેલા, તમારે સાવચેત રહેવું જોઈએ અને એવી વસ્તુ ન લખવી જોઈએ જે વાંધાજનક હોય.

બેકગ્રાઉંડ વેરિફિકેશન કરવાવાળી કંપની Sterling RISQના એપીએસી પ્રેસિડેંટ મનીષ સિન્હાએ કહ્યુ, “કોઈપણ કંપની દ્વારા કરવામાં આવતી સ્ક્રીનીંગનું આ સામાન્ય એક્સટેંશન છે. તમે સામાન્ય રીતે ગુનાહિત ઈતિહાસ, શિક્ષણ, નોકરીની બેકગ્રાઉંડ અને કોર્પોરેટ કલ્ચર સાથે વ્યક્તિની સંવાદિતા જેવા પાસાઓ તપાસે છે.”

આ ક્ષેત્રોની કંપનીઓ સ્ક્રીનિંગ પર વધુ ભાર આપે છે

તેમણે જણાવ્યું હતું કે તેમના ટોચના હાઇ વોલ્યુમ ગ્રાહકોમાં ટેલિકોમ, મીડિયા, વીમા, કંઝ્યુમર બેંકિંગ, સ્ટાફિંગ ફર્મ્સ, એકાઉન્ટિંગ અને ઓડિટ કંપનીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે પાવર એન્ડ ગેસ, પ્રાઈવેટ ઈક્વિટી અને ટેક્નોલોજી કંપનીઓ પણ સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ પર ઘણો ભાર મૂકે છે.

તેમણે કહ્યું કે કંપનીઓ સામાન્ય રીતે લિંક્ડઇન અને ટ્વિટર પ્રોફાઇલને સ્ક્રીન કરે છે. જો કે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને સંપૂર્ણપણે કાઢી શકાય નહીં.

Sterling ઉમેદવારોના Pinterest, YouTube અને અન્ય ન્યૂઝ સોર્સ પર પણ ધ્યાન આપે છે. ભૂમિકાની વરિષ્ઠતા અનુસાર, હાયરિંગ મેનેજર ઉમેદવારોને લગતી તમામ માહિતીનું સંપૂર્ણ વિશ્લેષણ કરે છે. ટેલેંટ સક્રીનિંગ ફર્મ SHLના એમડી સુશાંત ત્રિવેદી કહે છે કે, સીનિયર મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજિક પોઝિશન પર હાયરિંગ સમયે આ પ્રોસેસ મહત્વપૂર્ણ હોય છે. કેમકે, અહીં કોઈ પણ પ્રકાની ભૂલ ખૂબ જ ભારે પડી શકે છે.

તેમણે કહ્યું, “જો હું ખોટા CEOને હાયર કરું તો તે P&L ને નીચે લાવી શકે છે. જેનાથી શેરના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. એકંદરે, તેની મોટી અસર થઈ શકે છે.”

READ ALSO:

Related posts

અમેરિકા/ FBIની સિનસિનાટી સ્થિત ઓફિસમાં બંદૂકધારી ઘૂસ્યો, પોલીસ સામે ફાયરિંગ કરતા કરાયો ઠાર

Binas Saiyed

કરજણ / નર્મદા નદીમાં પાણી છોડાતા નારેશ્વરનો અડધો ઘાટ પાણીમાં ગરકાવ, માછલાં પકડવા ગયેલા બે માછીમારો લાપતા

Bansari Gohel

શરમજનક/ સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ! કોંગ્રેસના નેતાએ કહ્યું- તંત્રની બેદરકારીનું પરિણામ

Damini Patel
GSTV