be alert: હવે જો તમારા રિપોર્ટ અલગ અલગ આવે તો સરકાર પાસે જાઓ, હોસ્પિટલનું આવી બનશે

તમે ઘણી વાર જોયુ હશે કે અલગ અલગ જગ્યાએ એક જ બીમારીનાં રિપોર્ટ અલગ અલગ આવતા હશે. પણ હવે એક જ તપાસ કરવા માટેનાં મશીનોમાં અલગ-અલગ રીજલ્ટ નહીં આવે. બી.પી. મોનિટર, ગ્લુકોમીટર, થર્મોમીટર અને નેબુલાઇઝર જેવા મશીનોની ગુણવત્તા પર હવે સરકાર નિયંત્રિણ લાવવાની છે. સી.એન.બી.સી. અાવાજને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ 1 જાન્યુઆરી 2020 થી ભારતમાં બી.પી. મોનિટર, ગ્લુકોમીટર, થર્મોમીટર અને નેબુલાઇઝરનાં આયાત, નિર્માણ અને વેચાણ નક્કી કરેલ ધોરણોની વિરુદ્ધ નહીં ચાલશે.

નવા નિયમો અનુસાર જ્યાં સુધી માનક પૂર્ણ નહીં હોય ત્યાં સુધી ઉપકરણનું વેચાણ નહીં થાય. અને જો છતાય વેચાણ કરતા હશે અને પકડાય ગયાં તો તેને દંડ ભરવો પડશે અને સજા પણ થશે. હાલમાં દેશમાં આવા ઉપકરણોની જરૂર 85 ટકા જેટલી છે. બજારમાં માલની નબળી ગુણવત્તાવાળા ચીજવસ્તુઓનું ચાઈનાં ભંડાર ધોધમાર ચાલે છે. એક્સ-રે, એમઆરઆઇ, સિટી સ્કેન માટે પણ ટૂંક સમયમાં જ આવી નોટિફિકેશન આવશે.

આરોગ્ય મંત્રાલયના આદેશ મુજબ હવે તબીબી ઉપકરણો માટે આવશ્યક રીતે બીઆઈએસ માનકોનું પાલન કરવું ફરજિયાત છે. બી.પી. મોનિટર, ગ્લુકોઝ મીટર પર તો પહેલાથી જ બીઆઈએસ ધોરણ લાગુ પડે છે. થર્મોમિટર પર પણ પહેલાથી બીઆઈએસ ધોરણ લાગુ પડે છે. નેબુલાઇઝર પર પ્રમાણભૂત નક્કી થાય ત્યાં સુધી ISO ધોરણ લાગુ પડશે. હવે સરકાર ગુણવત્તા સંબંધિત માનક પણ નક્કી કરશે. હાલમાં ભારતમાં આ ઉપકરણો પર યોગ્ય પ્રમાણ લાવવામાં આવ્યું નથી. એક્સ-રે, એમઆરઆઇ અને સિટી સ્કેન માટે પણ નોટિફિકેશન ટૂંક સમયમાં જ આવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter