GSTV
Home » News » Be Alert: આતંકવાદીઓ પાસે છે હજુ 20 કિલો RDX, સેનાને પણ છે આ ડર

Be Alert: આતંકવાદીઓ પાસે છે હજુ 20 કિલો RDX, સેનાને પણ છે આ ડર

પુલવામાં હુમલાને અંજામ આપવા માટે છ આતંકવાદીઓએ ભારતમાં પ્રવેશ કર્યો હતો અને તેઓએ હુમલો કરવા માટે મોટું કાવતરું કર્યું હતું. હુમલાને અંજામ આપવા માટે વપરાતા વાહનની ચેકલિસ્ટ નંબરને દૂર કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ પાસે હજુ પણ 20 કિલો આરડીએક્સ છે. જેના દ્વારા તે ક્યારેય પણ ભારતમાં હુમલો કરી શકે તેવો ડર છે. આ આરડીએક્સનો જથ્થો ક્યાં છે તે શોધવા માટે સેના સર્ચ કરી રહી છે.

અગાઉ જાણકારી મળી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર હુમલા દરમિયાન આરડીએક્સ ઉપયોગમાં લેવાયો હતો. હુમલામાં ઉપયોગમાં લેવાતો ઝડપી ક્ષમતા ઘરાવતો આરડીએક્સ માત્ર સંરક્ષણ દળો પાસેથી જ આવી શકે છે.

ફોરેન્સિક નિષ્ણાતોએ જાહેર કર્યું છે કે આતંકવાદીઓને પાકિસ્તાનની સેનાએ આ શક્તિશાળી આરડીએક્સ આપ્યાં હતા. નોંધપાત્ર રીતે પુલવામા આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. તપાસમાં જણાવાયું છે કે જેશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ દ્વારા પીથુ બેગથી આરડીએક્સ ભારતની અંદર લઈ જવામાં આવતો હતો.

i love you કહીને આપી વિદાય

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા મેજર વિભૂતી શંકર ઢોંડિયાલની પત્ની નિકિતા કૌલના દુખને શબ્દોમાં વ્યક્ત તો ન જ કરી શકાય. ગત વર્ષે મેજર વિભૂતી સાથે સાત ફેરા લેનાર નિકીતા સામે મંગળવારે જ્યારે તિરંગામાં લપેટાયેલો પિતનો પાર્થિવ દેહ આવ્યો તો તેણે પતિના માથાને ચુમીને ‘આઇ લવ યુ’ કહીને તેને અંતિમ વિદાય આપી હતી.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા મેજર વિભુતિ શંકર ઢોંડિયાલનો પાર્થિવ દેહ સોમવારે દહેરાદૂન લાવવામાં આવ્યો હતો. મંગળવારે તેમના શબને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો, જ્યાં ‘ભારત માતા કી જય’ અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર સાથે ભીડ વચ્ચે પરિવારજનોએ પોતાના લાડલાને વિદાય આપી.

READ ALSO

Related posts

પશ્ચિમ બંગાળમાં બીજેપીના કાર્યકર્તાઓ પર હુમલામાં 5 ઘાયલ, ટીએમસી પર લાગ્યો આરોપ

NIsha Patel

Exit Pollની શેરબજારમાં જોવા મળતી અસર, સતત બીજા દિવસે માર્કેટમાં તેજી

Arohi

બેકફુટ પર વિવેક ઓબેરોય : ઐશ્વર્યા રાયના વિવાદાસ્પદ મીમ દૂર કરીને માગી માફી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!