જો તમે કાર કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે એક જરૂરી ખબર છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે ફરી એકવાર જણાવ્યું કે 31 માર્ચ 2020 બાદ BS4 વાહનનું વેચાણ નહી થાય. શુક્રવારે કોર્ટે આ વાત ઑટોમોબાઇલ ડીલર્સની અરજી ફગાવતા કહી.

એટલે કે જો તમે નવી કાર કે બાઇક ખરીદવા જઇ રહ્યાં હોવ તો BS નંબરને લઇને એલર્ટ રહો. સાથે જ જો કોઇ સેકેન્ડ હેન્ડ વ્હીકલ ખરીદી રહ્યાં હોવ તો પણ BS એન્જિનનું ધ્યાન રાખો. ન્હી તો તમારે BS4થી BS 6માં અપગ્રેડ કરાવા પડશે. આ અપગ્રેડેશનમાં તમારે 10થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે તેવી શક્યતા છે.


શું છે BS વ્હીકલ?
જ્યારે પણ ગાડીની વાત થાય તો તેની સાથે જોડાયેલુ એક નામ BSનો પણ ઉલ્લેખ થાય છે. હકીકતમાં BSનો અર્થ ભારત સ્ટેજ સાથે છે. આ એક એવુ માપદંડ છે જેની મદદથી ભારતમાં ગાડીઓના એન્જિન દ્વારા ફેલાતા પ્રદૂષણને માપવામાં આવે છે.

આ સ્ટાન્ડર્ડને ભારત સરકારે નક્કી કર્યુ છે. સાથે જ BSની આગળ નંબર એટલે કે BS-3, BS-4, BS-5 કે BS-6 લાગે છે. BSની આગળ નંબર વધતાં જાય છે તેનો અર્થ એ છે કે ઉત્સર્જનના વધુ સારા માપદંડ, જે પર્યાવરણ માટે યોગ્ય છે.

સરળ ભાષામાં સમજીએ તો BSની આગળ જેટલો મોટો નંબર લખ્યો હશે તે ગાડી એટલું જ ઓછુ પ્રદૂષણ ફેલાવે તેવી સંભાવના છે. પરિણામે 1 એપ્રિલથી BS-6 વાહનને ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે.

આ સ્ટાન્ડર્ડની ગાડીથી પ્રદૂષણ ખૂબ જ ઓછુ ફેલાવાની સંભાવના છે. તેને જ ધ્યાનમાં લેતાં હવે ઑટો કંપનીઓ BS-6 ગાડીઓ લૉન્ચ કરી રહી છે.

આ વચ્ચે ઑટો કંપનીઓ BS-4 વાહનના સ્ટૉકને ખાલી કરવા માટે બંપર ડિસ્કાઉન્ટ અને ઑફર્સ આપી રહી છે. જો કે આ ઑફર્સના ચક્કરમાં ગાડી ખરીદવામાં તમારી મુશ્કેલી વધી શકે છે.
Read Also
- રામમંદિરના નામે શરૂ થઇ દાનની અનૈતિક વસૂલી, રાષ્ટ્રીય બજરંગ દળ સામે એફઆઈઆર
- આ છે દુનિયાનું સૌથી રહસ્યમય અને ડરામણું જંગલ, જેમાં લોકો અંદર ગયા પછી નથી આવતા પરત
- જાણો આ વર્ષે કયારે છે વિવાહ માટેના શુભ મુહૂર્તો, કયારે-કયારે થશે માંગલિક કાર્યો
- દેશના વિવિધ પ્રદેશો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોડતી આઠ ટ્રેનોનું પીએમ મોદીએ કર્યું ઈ-લોકાર્પણ, લીલી ઝંડી બતાવીને ટ્રેનોને કરી રવાના
- દિલ્હી: EDનું મોટું એક્શન, હવાલા કારોબારમાં સંડોવાયેલ 2 ચીની નાગરિકોની કરી ધરપકડ