GSTV
Home » News » BCIનો નિર્ણય : 5 સભ્યોની ટીમ કઠુઆ-જમ્મુ પહોંચી કરશે તપાસ

BCIનો નિર્ણય : 5 સભ્યોની ટીમ કઠુઆ-જમ્મુ પહોંચી કરશે તપાસ

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનનકુમાર મિશ્રાએ કહ્યુ છે કે પાંચ સદસ્યોની એક સમિતિ દ્વારા કેસની તપાસ કરવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. આ ટીમ કઠુઆ, જમ્મુની મુલાકાત લઈને બાર એસોસિએશનના વ્યવહાર બાબતે લોકોની સાથે વાતચીત કરશે.

મિશ્રાએ કહ્યું છે કે આ સમિતિ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને રિપોર્ટ આપશે અને તેને 19 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટને વધુ બે દિવસનો સમય આપવાની વિનંતી પણ કરવામાં આવી છે. બીસીઆઈ દ્વારા કઠુઆ અને જમ્મુ બાર એસોસિએશનને તાત્કાલિક પોતાની હડતાળ પાછી ખેંચવા માટે તાકીદ કરવામાં આવી છે. બીસીઆઈ દ્વારા આવતીકાલ સુધીમાં હડતાલ સમાપ્ત કરવાની તાકીદ કરતા કહેવામાં આવ્યું છે કે નિર્દેશ માનવામાં નહીં આવે તો વકીલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ એમ પણ કહ્યુ છે કે કઠુઆ મામલામાં જે વકીલો દોષિત હોવાનું જણાશે તેમના લાઈસન્સ રદ્દ કરવામાં આવશે.

CRICKET.GSTV.IN

Related posts

ઈ- મેમોથી બચવા આ યુવકે અપનાવ્યો અનોખો આઈડિયા, અંતે આવી રીતે ફુટ્યો ભાંડો

Nilesh Jethva

‘મહાનાયક’ અમિતાભ બચ્ચનની હાલત ખૂબ જ નાજુક, ત્રણ દિવસથી નાનાવટી હોસ્પિટલમાં છે દાખલ

Arohi

હાથમાં મહેંદી અને માંગમાં સિંદૂર લગાવી પ્રિયંકાએ રાખ્યુ કરવા ચોથનું વ્રત, પણ નિકે તો એવું કર્યું કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!