GSTV
Gujarat Government Advertisement

ધોની માટે ફેરવેલ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે BCCI

Last Updated on August 19, 2020 by Mansi Patel

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે વિદાય મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બોર્ડ આગામી આઈપીએલ દરમિયાન આ મામલે ધોની સાથે વાત કરશે અને ત્યારબાદ તે પ્રમાણે ભાવિ શેડ્યૂલ નક્કી કરશે.

ધોની સન્માનને પાત્ર

અધિકારીએ કહ્યું, ‘અત્યારે કોઈ આંતરરાષ્ટ્રીય સિરીઝ નથી. બની શકે કે, આઈપીએલ પછી અમે જોઈ શકીશું કે શું કરી શકાય છે,કારણ કે ધોનીએ દેશ માટે ઘણું કર્યું છે અને તે આ સન્માનને પાત્ર છે. અમે હંમેશા તેના માટે ફેરવેલ મેચ ઇચ્છતા હતા, પરંતુ ધોની એક અલગ ખેલાડી છે. જ્યારે તેમણે નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે કોઈએ તેના વિશે વિચાર્યું ન હતું. ધોનીએ હજી સુધી આ વિશે કંઇ કહ્યું છે કે કેમ તે પૂછતાં અધિકારીએ કહ્યું, ના, પરંતુ નિશ્ચિતરૂપે અમે તેની સાથે આઈપીએલ દરમિયાન વાત કરીશું અને મેચ અથવા સિરીઝ વિશે તેનો અભિપ્રાય મેળવવા માટે આ યોગ્ય જગ્યા હશે. વેલ, ત્યાં તેમના માટે સન્માન સમારોહ થશે ભલે તેઓ તેના માટે સંમત થાય કે નહીં. અમારા માટે તેમનું સન્માન કરવું સન્માનની વાત હશે.

પૂર્વ ક્રિકેટરે પણ આપ્યો ટેકો

પૂર્વ ક્રિકેટર મદન લાલે પણ ધોની માટે ફેરવેલ મેચના આયોજનને ટેકો આપ્યો છે. મદન લાલએ કહ્યું, ‘જો બીસીસીઆઈ ધોની માટે મેચનું આયોજન કરે તો હું ખરેખર ખુશ થઈશ. તે એક મહાન ખેલાડી છે અને તમે તેને આમ જ જવા ન દઈ શકો. તેના ચાહકો તેને ફરીથી એક્શનમાં જોવા માંગશે. મદન લાલે કહ્યું, ‘યુએઈમાં આઈપીએલ થઈ રહી છે અને દરેક લોકો તેને રમતો જોવા માટે સ્ક્રીન પર વળગી રહેશે. પરંતુ બોર્ડ ભારતમાં સિરીઝનું આયોજન પણ કરી શકે છે, જેથી લોકો તેમને સ્ટેડિયમ પર લાઈવ (સ્વાભાવિક રીતે રોગચાળો સમાપ્ત થયા પછી)જોઈ શકે.

ધોનીએ આ ખિતાબ અપાવ્યા

39 વર્ષીય ધોનીએ 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ 350 વનડે, 90 ટેસ્ટ અને 98 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ધોનીની કેપ્ટન્સી હેઠળ ભારતે 2007માં પહેલો ટી 20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી, તેઓએ 2011 માં 50 ઓવર વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ 2010 અને 2016 એશિયા કપ પણ ભારતે જીત્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Health Tips / સાઇનસના દુ:ખાવાથી આજે જ રાહત મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા, થશે મોટી રાહત

Dhruv Brahmbhatt

WHOની ચિંતા વધી / 29 દેશોમાં જોવા મળ્યા કોરોનાનો નવો વેરિયન્ટ, આક્રમક સંક્રમણ સાથે એન્ટિબોડી પણ નહીં આવે કામ

Harshad Patel

વાહ ! વરિયાળીના પાણીના છે અનેક ફાયદાઓ, આવી રીતે ઘર પર બનાવો, કેટલીય બિમારીઓને કરી દેશે દૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!