GSTV

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સ્પષ્ટ જણાવ્યું છે કે તેમને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની એશિયા કપની યજમાની પર કોઈ વિરોધ નથી, પરંતુ ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહી કરે. બીસીસાઈએ જણાવ્યું કે એશિયા કપનું સ્થળ તટસ્થ હોવું જરૂરી છે, કારણકે આ સમયે પાકિસ્તાન જવાનો કોઈ વિકલ્પ નથી.

આ વર્ષે એશિયા કપ રમાશે. જે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજનાર ટી-20 વિશ્વકપની તૈયારીને લગતું ખૂબ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. બીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે યજમાની કોઈ મુદ્દો નથી અને આ ફક્ત તટસ્થ સ્થળ પર રમવાની વાત છે, કારણકે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે હાલ આ સમયે એવું કારણ છે અને એ વાત પણ સ્પષ્ટ છે કે અમને તટસ્થ સ્થળ જોઈએ. એવી કોઈ સંભાવાનાઓ પણ નથી કે ભારત મલ્ટી નેશન ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પાકિસ્તાન જાય. જો એશિયાઈ ક્રિકેટ પરિષદ એ વાતથી ખુશ છે કે એશિયા કપ ભારત વગર રમાય તો તે એલગ બાબત છે. પરંતુ જો ભારતને એશિયા કપનો ભાગ બનાવવામાં આવશે તો એ જરૂરી છે કે આ ટૂર્નાંમેન્ટ પાકિસ્તાનમાં ના થાય.

વર્ષ 2018માં એશિયા કપ ભારતમાં યોજાવાનો હતો, પરંતુ પાકિસ્તાની ખેલાડીઓને લઈને વીઝાની સમસ્યા સર્જાઈ હતી, અને આ કારણે એશિયા કપ સંયુક્ત આરબ અમીરાત (uae)માં યોજયો હતો. અને તેની યજમાની બીસીસીઆઈએ કરી હતી. અધિકારીએ જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પણ આમ કરી શકે છે.

બીબીસીઆઈએ 2018માં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં વર્ષ 2009માં શ્રીંલકાની ટીમ પર આંતકવાદી હુમલો થયો હતો. ત્યારથી પાકિસ્તાનમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ યોજાઈ નથી. હાલમાં ભારત અને પાકિસ્તાનનાં રાજકીય સંબધો અને અત્યારની પરિસ્થિતે જોતાં BCCIએ સ્પષ્ટ જણાવ્યું કે કોઈપણ સંજોગોમાં ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહી.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં હેવાનિયત: 2 બહેનો પર 6 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, એક બે નહિ પંદર લોકોએ આચરી નિર્લજ્જતા

pratik shah

રાજકોટ મવડી ગામ પાસે રસ્તા પર ગેસની લાઈન લીકેજ થતા JCB માં લાગી આગ, મચી અફરા તફરી

Nilesh Jethva

હવે જમીન ઉપર ડોળો / ચીનમાં ભયંકર ખાદ્યાન સંકટ, બીજા દેશોની ખેતીને ભાડા પટ્ટે શોધી રહ્યું છે જમીન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!