GSTV
Cricket India News Sports Trending

BCCI નો મોટો નિર્ણય, 3 મહિના સુધી નહીં રમી શકે આ ખેલાડી

Rishabh Pant World Cup

ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડે ઉત્તર પ્રદેશના ડાબા હાથના ખેલાડી રિંકુ સિંહને વગર મંજુરીએ એક ટી-20 લીગમાં રમવા માટે બેન કરી દીધો છે. તે ઉત્તર પ્રદેશનો પ્રથમ શ્રેણીનો ખેલાડી છે અને તે ભારત એ તરફથી રમે છે. રિંકુએ અબુ ધાબીમાં ટી-20 લીગમાં રમવા માટે ભાગ લીધો હતો. આવુ કરીને તેણે નિયમો અને શર્તોનુ ઉલ્લંઘન કર્યુ છે.

આ માટે બીસીસીઆઈએ રિંકુને ત્રણ મહિના માટે સસ્પેનડ કરી દીધો છે, જેના કારણે તેને ભારત-એ ટીમ માંથી બહાર થવુ પડ્યું હતુ. તેનું સસ્પેનશન 1 તારીખથી લાગુ પડશે. રિંકુ આઈપીએલમાં રમી ચુક્યો છે અને છેલ્લી બે સીજનથી કોલકત્તા નાઈટરાઈડર્સની ટીમનો હિસ્સો છે.

આ બાબતે જાણકારી મળ્યા પછી બીસીસીઆઈએ કહ્યું કે ભારતીય ક્રિકેટ બોર્ડની જાણકારીમાં એ વાત લાવવામાં આવી કે ઉત્તર પ્રદેશના પ્રથમ શ્રેણીના ક્રિકેટર અને ભારત એના ખેલાડી રિંકુ સિંહે અબુધાબીમાં ગેરમાન્યતા પ્રાપ્ત ટી-20 ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેના માટે તેણે મંજુરી લીધી ન હતી અને નીયમોનું ઉલ્લંધન થયું હતું. આ પહેલા ઈરફાન પઠાણને પણ આવા જ એક મામલામાં આડે હાથે લીધો હતો.

હમણાં કેટલાંક દિવસો પહેલાં જ ઈરફાને કેરેબિયાઈ પ્રીમિયર લીગના ડ્રાફ્ટમાં શામેલ થઈને વિવાદને જન્મ આપ્યો હતો. કેમકે તેણે તેના માટે મંજુરી લીધી ન હતી. પછી બીસીસીઆઈ એ નોટીસ આપ્યા પછી પોતાનું નામ પાછુ ખેંચી લીધુ હતુ.

READ ALSO

Related posts

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk

નાનીમાં પણ આવી શકે છે હાર્ટ એટેક, આ રીતે રાખો હૃદયની સંભાળ

Akib Chhipa

નાસાનું ઓરિયન કેપ્સ્યુલ પહોંચ્યું ચંદ્રની ભ્રમણકક્ષામાં, 11 ડિસેમ્બરે પૃથ્વી પર ફરશે પાછું

GSTV Web Desk
GSTV