GSTV
Gujarat Government Advertisement

વર્લ્ડ કપની હાર બાદ શાસ્ત્રીનું સ્થાન જોખમમાં BCCIએ નવા કોચની તલાશ શરૂ કરી

Last Updated on July 17, 2019 by Mayur

વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની હારીને બહાર ફેંકાયેલી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનું સ્થાન જોખમમાં આવી ગયું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા માટે નવા હેડ કોચ અને સપોર્ટ સ્ટાફની તલાશ શરૂ કરી દીધી છે. બીસીસીઆઇની જાહેરાત અનુસાર ટીમ ઈન્ડિયાના હવે પછીના કોચ ૬૦ વર્ષથી ઓછી વયના હશે અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરનો ઓછામાં ઓછો બે વર્ષનો કોચિંગ અનુભવ ધરાવતા હશે. 

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની નિયુક્તિ જુલાઈ, ૨૦૧૭ના રોજ કરવામાં આવી હતી અને તેમની સાથેનો બોર્ડનો કરાર વર્લ્ડ કપની સાથે સમાપ્ત થઈ ગયો હતો. જોકે શાસ્ત્રી તેમજ અન્ય સપોર્ટ સ્ટાફનો કરાર આગામી વિન્ડિઝ પ્રવાસને ધ્યાનમાં રાખીને ૪૫ દિવસ માટે લંબાવવામાં આવ્યો છે.

અત્યાર સુધી ભારતીય ક્રિકેટમાં એવી પરંપરા ચાલી હતી કે, હેડ કોચ તરીકે નિયુક્તિ મેળવનાર જ તેને અનુકૂળ હોય તેવા સપોર્ટ સ્ટાફને કોન્ટ્રાક્ટ અપાવતો. જોકે આ વખતે બીસીસીઆઇએ હેડ કોચની સાથે સાથે બેટીંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ માટે અરજી મંગાવી છે. તેની સાથે સાથે ફિઝિયોથેરાપીસ્ટ, સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજરની જગ્યા માટે અરજીઓ મંગાવી છે. તમામ અરજીઓ માટેની ડેડલાઈન તારીખ ૩૦મી જુલાઈએ સાંજે ૫.૦૦ વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.  ભારતીય ટીમના ટ્રેનર શંકર બાસુ અને ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ વર્લ્ડ કપ પુરો થતાં જ રાજીનામું ધરી દીધંઆ હતુ. આ કારણે ભારતીય ટીમને નવો ફિઝિયો અને ટ્રેનર મળશે.

શાસ્ત્રી સહિતનો તમામ સ્ટાફને પણ નવા કોન્ટ્રાક્ટની રેસમાં


બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ તેમજ સપોર્ટ સ્ટાફ માટે અરજીઓ મંગાવી છે. જોકે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, હાલના હેડ કોચ રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફના સભ્યો આપોઆપ જ નવી ભરતી પ્રક્રિયામાં ઉમેદવાર તરીકે સ્થાન ધરાવે છે. ટૂંકમાં હાલના હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ પણ અન્ય નવા અરજદારોની સાથે સ્પર્ધા કરશે અને જરુર પડશે તો તેમના ઈન્ટરવ્યૂ પણ લેવાશે અને ત્યાર બાદ શ્રેષ્ઠ ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવશે. 

હેડ કોચ અને સપોર્ટ સ્ટાફની લાયકાતના ધોરણો કડક બનાવાયા

ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને સપોર્ટ સ્ટાફની તલાશ શરુ કરી દીધી છે. બોર્ડે આ વખતે હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ માટેની લાયકાતના ધોરણોને વધુ કડક બનાવ્યા છે. તમામ કોચ માટે ૬૦ વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ટૂંકમાં ભારતની ટીમનો કોચ અને સપોર્ટ સ્ટાફ ૬૦ વર્ષથી ઓછી વયના હશે. 

વધુમાં હેડ કોચ ટેસ્ટ રમતા દેશના કોચ તરીકે ઓછામાં ઓછા બે વર્ષ જવાબદારી સંભાળી ચૂક્યા હોવા જોઈએ અથવા તેઓ એસોસિએટ સભ્ય દેશા અથવા એ ટીમના કે પછી આઇપીએલ ટીમના કોચ તરીકેનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. હેડ કોચ માટેના ઉમેદવાર ઓછામાં ઓછી ૩૦ ટેસ્ટ કે ૫૦ વન ડે રમવાનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. બેટીંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ માટે પણ ૬૦ વર્ષની ઓછી વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ ઓછામાં ઓછી ૧૦ ટેસ્ટ અને ૨૫ વન ડે રમવાનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. 

૧૫મી સપ્ટેમ્બર પહેલા કોચ-સપોર્ટ સ્ટાફ અંગે ફેંસલો

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ અંગે તારીખ ૧૫મી સપ્ટેમ્બર પહેલા જ ફેંસલો થઈ જશે. વર્લ્ડ કપની હાલ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ૩ જી ઓગસ્ટથી વિન્ડિઝ સામેની ટી-૨૦ સિરીઝનો પ્રારંભ કરશે. ભારતનો વિન્ડિઝ પ્રવાસ ૧૫મી સપ્ટેમ્બર સુધી ચાલશે અને ત્યાર બાદ ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરીને ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે સિરીઝ રમશે.આ સિરીઝ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમને નવા કોચ અને સપોર્ટ સ્ટાફ મળી જશે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!