GSTV
Home » News » પુલવામાના શહીદોને BCCIની સલામ, પીડિત પરીવારોને 20 કરોડની મદદ

પુલવામાના શહીદોને BCCIની સલામ, પીડિત પરીવારોને 20 કરોડની મદદ

બીસીસીઆઈએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થનારા પરીવારોની મદદ માટે આર્મી વેલ્ફેર ફંડમાં 20 કરોડ રૂપિયાનું દાન આપવાનો નિર્ણય કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતાં.

જાણવા મળ્યું છે કે બીસીસીઆઈના અધિકારી ભારતીય સૈન્ય બળો (સેના, વાયુ સેના અને નૌસેના)ના વરીષ્ઠ અધિકારીઓને 23 માર્ચે ચેન્નઈમાં આઈપીએલની પ્રારંભિક મેચના દિવસે આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યાં છે. જેમાં ચેન્નઈ સુપરકિંગ્સનો સામનો રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સાથે થશે.

બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું, ‘હાં, સીઓએએ ‘આર્મી વેલ્ફેર ફંડ’ માટે 20 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. પ્રારંભિક દિવસ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી બંને ઉપસ્થિત રહેશે.’

સીઓએએ આઈપીએલ માટે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ નહીં કરવાના બદલે તેની રકમને સૈન્ય બળોની મદદ માટે આપવાનો નિર્ણય કર્યો હતો. જે મુજબ, ‘આઈપીએલના ઉદ્ઘાટન સમારોહનું બજેટ ગયા વર્ષે 15 કરોડ રૂપિયાની આસપાસ રહ્યું હતું. નિર્ણય કરવામાં આવ્યો છે કે બીસીસીઆઈ તેને વધારીને 20 કરોડ રૂપિયા કરી દેશે. આ રકમને આર્મી વેલ્ફેર ફંડ અને રાષ્ટ્રીય રક્ષા કોષને આપવામાં આવશે.’

READ ALSO

Related posts

સીજેઆઈ રંજન ગોગોઈ થયા નારાજ, પૂર્વ આઈપીએસના એક પુસ્તક મામલે થઈ જોરદાર ઉગ્ર દલીલો

Mayur

Diabetes Diet : આજે જ બનાવો ખજૂર-કાજુનાં લાડુ, ડાયાબિટીઝ રહેશે હંમેશા કંટ્રોલ

Mansi Patel

અયોધ્યા વિવાદ : કોર્ટની સુનાવણીમાં આ એકમાત્ર વ્યક્તિને અપાઈ છે Y કક્ષાની સુરક્ષા, જાણો કોણ છે?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!