GSTV

વિરાટ કોહલીના નિર્ણય પર બોલ્યા BCCI સચિવ જય શાહ, 6 મહિનાથી ચાલી રહી હતી નેતૃત્વને લઈને ચર્ચા

Last Updated on September 16, 2021 by Pritesh Mehta

વિરાટ કોહલીએ ગુરુવારે અનપેક્ષિત નિર્ણય લેતા વર્લ્ડ કપ બાદ ટી20 ફોર્મેટની કપ્તાની છોડવાની જાહેરાત કરી દીધી છે. જોકે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અન્ય બે ફોર્મેટમાં ટીમની કપ્તાની કરશે. કોહલીની જાહેરાત બાદ BCCI તરફથી કહેવામાં આવ્યું છે કે છેલ્લા 6 મહિનાથી ટીમના નેતૃત્વને લઈને ચર્ચા ચાલી રહી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી ગુરુવારે જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિરાટ આગામી ICC T20 વિશ્વ કપ બાદ T20 ટીમના કપ્તાનનું પદ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. કોહલી ICC વિશ્વ કપના આયોજન બાદ પણ T20 ફોર્મેટમાં ટીમ સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે. વિશ્વકપની યજમાની BCCI દ્વારા UAE અને ઓમાનમાં કરવામાં આવશે.

BCCI

બોર્ડના સચિવ જય શાહે કહ્યું, ‘અમારી પાસે ટીમ ઇન્ડિયા માટે એક ક્લિયર રોડ મેપ છે. વર્કલોડને ધ્યાનમાં રાખીને અમારી પાસે યોજના છે. વિરાટ કોહલીએ આગામી વિશ્વકપ બાદ T20ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે.’ તેમણે કહ્યું કે, ‘હું છેલ્લા 6 મહિનાથી વિરાટ કોહલી અને ટીમ લીડરશીપની સાથે ચર્ચામાં સામેલ રહ્યો અને આ નિર્ણય લેવામાં આવ્યો. કોહલી એક ખેલાડી તરીકે અને ટીમના સિનિયર ખેલાડી તરીકે ભારતીય ક્રિકેટના ભવિષ્યને આકાર આપવા માટે પોતાનું યોગદાન આપતા રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!