GSTV
Home » News » ભારતીય ટીમ માટે ખુશખબર, ફિટ થયો આ મેચ વિનર ખેલાડી

ભારતીય ટીમ માટે ખુશખબર, ફિટ થયો આ મેચ વિનર ખેલાડી

ભારતીય ટેસ્ટ ટીમ માટે એક મોટી ખુશખબર આવી છે. ટીમના લીડ બોલર અને મેચ વિનર ભુવનેશ્વર કુમાર ફિટ થઇ ગયો છે. બીસીસીઆઇએ આજે ફાસ્ટ બોલર ભુવનેશ્વ કુમારને ફિટ ઘોષિત કરી દીધો છે અને જણાવ્યું કે તે ચતુષ્કોણીય સિરિઝમાં ભારત-એ તરફથી રમશે.

બીસીસીઆઇએ જણાવ્યું કે ભુવનેશ્વ કુમારને ફિટ  ઘોષિત કરવામાં આવ્યો છે અને તે ચતુષ્કોણીય સિરિઝમાં ભારત-એનો હિસ્સો હશે. ઉલ્લેખનીય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિટનમાં ભીજી વનડે મેચ દરમિયાન ભુવનેશ્નરની પીઠનો દુખાવો વધી ગયો હતો. તે પછી તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો હતો.

ભુવનેશ્વર 29 ઓગસ્ટના રોજ શ્રેયસ ઐય્યરની કેપ્ટન્સીમાં ભારત-એ તરફથી સાઉથ આફ્રિકા-એ સામે મેચ રમશે. ભારત એ પહેલાં જ આ હોડમાંથી બહાર થઇ ચુકી છે.

ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડની સામે પાંચ મેચોની ટેસ્ટ સિરિઝની ત્રીજી મેચ પોતાના નામે કરનાર ટીમ ઇન્ડિયાએ હવે રોઝબોલમાં રમાનાર ચોથી ટેસ્ટ માટે કમર કસી લીધી છે. જો કે ટીમ ઇન્ડિયામાં પોતાના સ્ટાર ખેલાડીના ન રમવા પર સંકટ અત્યારથી ઉભુ થયું છે. આ ખેલાડી વગર કોહલી સેના અંગ્રેજો સામે નબળી પડી શકે છે.

હકીકતમાં ટીમ ઇન્ડિયાના ઑફ સ્પિન બૉલર આર અશ્વિનને ગ્રોઇન ઇન્જરી થઇ છે. આ કારણે તેના ચોથી મેચ રમવા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે. ટીમે હવે તેનો નિર્ણય અશ્વિન પર છોડ્યો છે કે તે રમવા ઇચ્છે છે કે નહી. ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટમાં બોલીંગ સામે ઝઝૂમી રહેલો અશ્વિન કંઇ ખાસ પ્રદર્શન નથી કરી શક્યો. જો ટીમના બાકી બોલરોએ કમાન ન સંભાળી હોત તો પરિણામ અલગ હોત.

હવે સવાલ ઉભો થાય છે કે જો ચોથી ટેસ્ટમાં અશ્વિન ન રમ્યો હોત તો તેના સ્તાને પ્લેઇંગ ઇલેવનમાં કોને સ્થાન મળશે. ઉલ્લેખનીય છે કે કે વિરાટ કોહલી અશ્વિનના સ્થાને ટીમમાં અનુભવી ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તક આપી શકે છે. ઇંગ્લેન્ડ સામે જાડેજાનો રેકોર્ડ પણ સારો રહ્યો છે.

 

Related posts

ટ્રંપ-મોદીનાં મેગા શોમાં બૉલીવુડ સ્ટાર્સને અપાયું આમંત્રણ, આ કલાકારો આવશે અમદાવાદ

Mansi Patel

CRPFમાં હેડ કોન્સ્ટેબલનાં 1412 પદ માટે બમ્પર વેકેન્સી, અરજી માટેની આ છે છેલ્લી તારીખ

pratik shah

મેદાનની બહાર પણ વિરાટ કોહલીનો દબદબો! આ મામલે ધોની-રોહિત તો ક્યાંય પાછળ રહી ગયાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!