GSTV
Home » News » જાડેજા-બુમરાહ-શમી માટે ખુશખબર,BCCIએ અર્જૂન અવોર્ડ માટે કરી ભલામણ

જાડેજા-બુમરાહ-શમી માટે ખુશખબર,BCCIએ અર્જૂન અવોર્ડ માટે કરી ભલામણ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા સહિત પૂનમ યાદવને અર્જૂન અવોર્ડ આપવાની ભલામણ કરી છે. જણાવી દઇએ કે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નિયુક્ત કરવામા આવેલી પ્રશાસકોની સમિતી અને બીસીસીઆઇએ રાષ્ટ્રીય રાજધાનીમાં આ વર્ષે અર્જૂન અવોર્ડના નોમિનેશન માટે ખેલાડીઓના નામો પર ચર્ચા કરી.

મહાપ્રબંધક સબા કરીમ ત્રણ સભ્યો સીઓએ વિનોદ રાય, ડાયના ઇડુલ્જી અને લેફ્ટન્ન્ટ જનરલ રવિ થોડગે સામે ખેલાડીઓના નામોના પ્રસ્તાવ મુક્યો. આ બેઠકમાં અર્જૂન અવોર્ડના નોમિનેશન માટે ખેલાડીઓની પસંદગી કરવા ઉપરાંત મહિલા ટીમના મુખ્ય કોચની નિયુક્તિ અને આ મુદ્દો લોકપાલ પાસે મોકલવા અંગે પણ ચર્ચા થઇ.

રમત-ગમત ક્ષેત્રમાં ઉમદા પ્રદર્શન કરવા માટે ખેલ મંત્રાલય તરફથી અર્જૂન પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ 2018માં પહેલીવાર ભારત મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

Ravindra Jadeja

પૂનમ યાદવે જ્યાં મહિલા ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કર્યુ છે ત્યાં ગત કેટલાકં વર્ષોમાં ઉમદા પ્રદર્શન કરનાર બુમરાહ,શમી અને જાડેજાને ઇંગ્લેડમાં આયોજિત વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મળ્યું છે. અગાઉ અત્યાર સુધીમાં કુલ 53 ખેલાડીઓને આ સન્માન મળી ચુક્યુ છે.

Read Also

Related posts

ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક બરતરફ કરાયું, જાણો શા માટે આટલી મોટી કાર્યવાહી કરાઈ

Path Shah

મહેસાણામાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva

જેતપૂરના ખેડૂતોના હાલ બેહાલ, ડેમમાં લાખો લીટર પાણી હોવા છતા નથી કરી શકતા ઉપયોગ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!