GSTV
Home » News » પહેલી વનડેમાં કાંગારુઓની સામે ટીમ ઈન્ડિયાની શરમજનક હાર પર ગાંગુલીએ કહી આ વાત

પહેલી વનડેમાં કાંગારુઓની સામે ટીમ ઈન્ડિયાની શરમજનક હાર પર ગાંગુલીએ કહી આ વાત

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું માનવું છેકે, ‘મેદાનમાં એક ખરાબ દિવસ’ને કારણે ઓસ્ટ્રેલિયાની સામે પહેલી વનડે મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી ભૂંડી હાર મળી અને ટીમની પાસે આગામી બે વન-ડેમાં પાછા ફરવાની પુરતી ક્ષમતા છે.

મંગળવારે રમવામાં આવેલી આ મેચમાં ભારતીય ટીમ 255 રન બનાવીને જ આઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાનાં ડેવિડ વોર્નર અને આરોન ફિંચની સદીનાં દમ પર 10 વિકેટથી મેચ જીતી હતી.

ગાંગુલીએ ટ્વીટ કર્યું, ‘ઓસ્ટ્રેલિયા સામેની આગામી બે વનડે મેચ શાનદાર હશે. આ ભારતીય ટીમ ઘણી મજબૂત છે. મેદાનમાં ખરાબ દિવસ રહેવાને કારણે આવું થયું હતું. ટીમ પહેલા પણ આવી સ્થિતિમાં રહી છે અને અમે બે વર્ષ પહેલા 0-2થી પાછળ રહ્યા બાદ બાઉન્સ કર્યું હતુ. મારી શુભેચ્છાઓ.

ભારતીય ટીમ રાજકોટમાં બીજી વનડે શુક્રવારે (17 જાન્યુઆરી) અને બેંગલોરમાં ત્રીજી વનડે રવિવારે(19 જાન્યુઆરી)એ રમશે.

READ ALSO

Related posts

નીતિનભાઈના પટારામાંથી જળસિંચાઈને શું મળ્યું ? ખેડૂતોને થશે આ લાભ

Arohi

રાજ્યના 17 લાખ ઘરોમાં પીવાનું પાણી પહોંચાડાશે, નળથી જળ અભિયાનની શરૂઆત

Ankita Trada

ખેડૂતોને બખ્ખાં : વ્યાજ રહિત પાક ધિરાણ માટે હજાર કરોડની કરાઈ જોગવાઈ, 7423 કરોડનું પેકેજ જાહેર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!