GSTV
Home » News » આઇસીસીના નવા નિયમો સામે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિતના ક્રિકેટ બોર્ડમાં પણ નારાજગી

આઇસીસીના નવા નિયમો સામે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિતના ક્રિકેટ બોર્ડમાં પણ નારાજગી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે જાહેર કરેલા નવા નિયમ અનુસાર દરેક દેશના ક્રિકેટ બોર્ડે તેમની ઘરઆંગણાની ટુર્નામેન્ટ રમાડવા માટે આઇસીસીની મંજૂરી લેવી પડશે. વધુમાં ખેલાડીઓને અન્ય દેશોની ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે કે પછી અન્ય દેશોની ટી-૨૦ લીગમાં રમવા માટે મંજૂરી આપતાં પહેલા પણ આઇસીસીની પરવાનગી લેવાની રહેશે.

આઇસીસીના જોહુકમીભર્યા આ પ્રકારના નિયમો સામે ભારતીય ક્રિકેટ બોર્ડે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના જાણકાર સૂત્રોમાં ચર્ચા ચાલી રહી છે કે, આઇસીસીએ આ પ્રકારે આડકતરી રીતે આઇપીએલ પર નિયંત્રણ મેળવવાનો વ્યુહ ઘડી કાઢ્યો હોવાનું મનાય છે. જોકે બીસીસીઆઇએ પણ આઇસીસીને તેના આ ઈરાદામાં સફળ થવા નહી દેવાની તૈયારી કરી લીધી છે.

 સૂત્રો ઉમેરે છે કે, ભારત જ નહી પણ વિશ્વના અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ પણ આઇસીસીના આ પગલાથી નારાજ મનાય છે. ખાસ કરીને ક્રિકેટમાં નવા પ્રયોગો કરવા માટે જાણીતા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ પણ આઇસીસીના આ પ્રકારના વલણથી અંદરખાને ધુંધવાયેલા છે અને તેઓ પણ બીસીસીઆઇ સાથે વિરોધમાં જોડાશે તે નક્કી લાગી રહ્યું છે.

ભારતીય ક્રિકેટ બોર્ડના ટોચના ઓફિસિઅલને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આઇસીસીએ દરેક દેશના ક્રિકેટ બોર્ડને પાઠવેલા નિયમોમાં એવી ભલામણ કરવામાં આવી છે કે, દરેક દેશોએ તેમની ઘરઆંગણાની ટુર્નામેન્ટ રમાડવા માટે આઇસીસીની મંજૂરી લેવી પડશે. આઇપીએલ, બિગ બેશ લીગ કે પછી ઈંગ્લેન્ડના બોર્ડની મહત્વકાંક્ષી ટુર્નામેન્ટ હન્ડ્રેડ હોય કે પછી ભારતની ઘરઆંગણાની વર્ષોથી યોજાતી રણજી ટ્રોફી સહિતની અન્ય ટુર્નામેન્ટ્સ હોય, પ્રત્યેકના આયોજન માટે મંજૂરી લેવી જરુરી છે.

બીસીસીઆઇ માને છે કે, ઘરઆંગણાની ટુર્નામેન્ટના આયોજનમાં આઇસીસીની કોઈ ભૂમિકા જ હોતી નથી, તો પછી શા માટે અમારે તેમની મંજૂરી લેવી પડે ? ભારતીય ક્રિકેટ બોર્ડે આઇસીસીને આ અંગે તત્કાળ જવાબ આપતાં આ પ્રકારની ભલામણની સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરતાં તેમને મુદ્દાસર જવાબ આપી દીધો છે.

વૈશ્વિક ટુર્નામેન્ટ પર લગામ કસવાનો પ્રયાસ 

ઘરઆંગણાની ટુર્નામેન્ટ માટે પણ દરેક દેશે આઇસીસી પાસેથી મંજૂરી લેવી પડશે તેવા પ્રસ્તાવિત નિયમને પગલે ભારત સહિતના બોર્ડ નારાજ થયા છે. જોકે આઇસીસીના સૂત્રોએ એવો ખુલાસો કર્યો છે કે, આ નિયમ આઇસીસીના વર્કિંગ ગૂ્રપનો છે, જેમાં બીસીસીઆઇ પણ સામેલ છે. અમે કોઈના પર નિયંત્રણ ઇચ્છતા નથી, પણ વૈશ્વિક ટુર્નામેન્ટ અને ટી-૨૦ લીગ પર એક લગામ કસવામાં આવે અને બધી લીગ માટે ચોક્કસ ધારાધોરણો નક્કી થાય. તેઓ અમારા એન્ટિ કરપ્શનના અને એન્ટિ ડોપિંગના નિયમોને અનુસારે તે માટે આ નિયમ ઘડવામાં આવ્યો છે. આઇપીએલ તો તમામ નિયમોને અનુસરે છે તો તેમને આ ધોરણોને સ્વીકારવામા વાંધો ન હોવો જોઈએ.

Read Also

Related posts

બારડોલીમાં બે જૂથો વચ્ચે મારામારી થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Nilesh Jethva

BSNLના નવા પ્રીપેડ પ્લાનમાં મળી રહ્યો છે 168GB ડેટા, જાણો તેની વિગતો

Mansi Patel

ગુજરાતના આ ગામના લોકો છેલ્લા પાંચ દિવસથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!