GSTV
Sports Trending

BCCI નવી પસંદગી સમિતિ/ આ અનુભવી ખેલાડીઓએ કરી અરજી

ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ ટીમમાં ઝડપથી ફેરફાર કરવામાં આવી રહયા છે. ટીમની પસંદગી સમિતિમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ માટે બીસીસીઆઈએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી હતી. જેની છેલ્લી તારીખ ગઈકાલે એટલે કે સોમવાર 28 નવેમ્બર 2022 હતી. આ પદ માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓએ અરજી કરી છે. જેમાં એલ શિવરામકૃષ્ણન, નયન મોંગિયા, મનિન્દર સિંહ, શિવ સુંદર દાસ અને અજય રાત્રા સહિત ઘણા ઉમેદવારો સામેલ છે. જણાવી દઈએ કે નવી કમિટી 2023માં શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી કરશે. આવી સ્થિતિમાં, આ પહેલા BCCIએ આ સમિતિની રચના કરવી પડશે. આ માટે એક પછી એક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. ચાલો તમને એવા ઉમેદવારો વિશે જણાવીએ જેમણે પસંદગી સમિતિ માટે અરજી કરી હતી.

શિવ સુંદર દાસ

શિવ સુંદર દાસે નવી પસંદગી સમિતિ માટે અરજી કરી છે. તે હાલમાં આઇપીએલમાં પંજાબ સાથે બેટિંગ કોચ તરીકે કામ કરી રહ્યો છે. આ પહેલા તેણે નેશનલ ક્રિકેટ એકેડમી અને ભારતીય મહિલા ટીમના કોચ તરીકે સેવા આપી હતી. જો દાસની પસંદગી થાય છે, તો તે ઓડિશાના તેના ભૂતપૂર્વ સાથીદાર દેબાશિષ મોહંતીનું સ્થાન લેશે.

નયન મોંગિયા

નવા અરજદારોમાં નયન મોંગિયાએ અરજી કરી છે. તેઓ અગાઉ બરોડા પસંદગી સમિતિમાં જુનિયર અને સિનિયર એમ બંને સ્તરે સેવા આપી ચૂક્યા છે. તે 44 ટેસ્ટ અને 140 વનડે રમી ચૂકેલા અનુભવી ઉમેદવારોમાંથી એક છે.

મનિન્દર સિંહ

મનિન્દર સિંહ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ખેલાડી અને ક્રિકેટ કોમેન્ટેટર છે. તેણે ભારત માટે 35 ટેસ્ટ મેચ અને 59 વન-ડે ઈન્ટરનેશનલ રમી છે.

એલ શિવરામકૃષ્ણન

લક્ષ્મણ શિવરામકૃષ્ણન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન ક્રિકેટ કોમેન્ટેટર છે. તેની ક્રિકેટ કારકિર્દી દરમિયાન, તે જમણા હાથનો લેગ સ્પિનર ​​હતો. શિવરામક્રિષ્નને 12 નવેમ્બર 2000ના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચમાં કોમેન્ટ્રીની શરૂઆત કરી હતી. હવે તેણે બીસીસીઆઈની પસંદગી સમિતિ માટે અરજી કરી છે.

અજય રાત્રા

અજય રાત્રા રાઈટ હેન્ડ બેટ્સમેન અને વિકેટ કીપર છે. તેણે 19 જાન્યુઆરી 2002ના રોજ ઈંગ્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. રાત્રાને 2000માં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીના પસંદગીકાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

સમીર દિઘે અને અન્ય

મુંબઈના સમીર દિઘે અને સલિલ અંકોલા તેમજ ઉત્તર પ્રદેશના જ્ઞાનેન્દ્ર પાંડે અને પંજાબના રિતિન્દર સોઢીએ આ પદ માટે રસ દાખવ્યો છે. જો કે, અગાઉના રાઉન્ડના કેટલાક હાઇ-પ્રોફાઇલ ઉમેદવારોમાંથી એક અજીત અગરકરે આ વખતે અરજી કરી નથી.

READ ALSO

Related posts

વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે

Akib Chhipa

ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર

Akib Chhipa

Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ

Siddhi Sheth
GSTV