GSTV
Home » News » BCCI આજે એક વનડે મેચ માટે આપે છે 6 લાખ, જાણો 1983માં કેટલી ફી મળતી હતી ક્રિકેટરોને

BCCI આજે એક વનડે મેચ માટે આપે છે 6 લાખ, જાણો 1983માં કેટલી ફી મળતી હતી ક્રિકેટરોને

ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા કોઈ પણ અન્ય ખેલ કરતા વધારે છે. ભારતનો રાષ્ટ્રીય ખેલ ન હોવા છતાં લોકો અહીં ક્રિકેટને ધર્મની જેમ માને છે. તેની પાછળનું કારણ છે રમત માટેનો રોમાંચ અને તેની સાથે જોડાયેલું ગ્લેમર.

આજના સમયમાં ક્રિકેટરોને મેચની ફી તરીકે ઉંચી રકમ મળે છે. તેના સિવાય તેમને આકર્ષક ડેઈલી એલાઉન્સ, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ્સ, લાખો અને કરોડોના એન્ડોર્સમેન્ટ ડીલ્સ તેમને માલામાલ કરી દે છે. જ્યારે આઈપીએલ જેવાં ક્રીકેટ લીગે તે કેટલાંક ગુમનામ ખેલાડીઓને જમીન પરથી આકાશમાં પહોંચાડવાનું કામ કર્યુ છે.

કુલ મળીને કહી શકાય કે, એક પ્રતિભાશાળી ક્રિકેટર રણજી ટ્રોફી પણ રમી લે તો તેને આર્થિક મુશ્કેલીઓ રહેતી નથી. કારણકે દુનિયાનું સૌથી આર્થિક રીતે શક્તિશાળી ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ સ્થાનિક ક્રિકેટમાં રમતા ખેલાડીઓને વાર્ષિક રીતે લાખોમાં ફી ચૂકવે છે.

જોકે આજથી 36 વર્ષ પહેલાં જ્યારે ભારતીય ટીમે કપિલ દેવની કેપ્ટન્સીમાં પહેલીવાર વિશ્વકપ જીત્યો હતો, ત્યારે સ્થિતી આવી ન હતી. એક વરિષ્ઠ પત્રકારે તેમના ટ્વીટર હેન્ડલ પરથી એક ફોટો પોસ્ટ કરીને 1983માં ખેલાડીઓને મળતી ફી વિશે જણાવ્યુ છે. જેમાં ક્રિકેટરોને મેચ ફી તરીકે ફક્ત 1500 રૂપિયા અને ડેઈલી અલાઉન્સ તરીકે 600 રૂપિયા મળતા હતા.

આ ડોક્યુમેન્ટના ફોટામાં ટીમના દરેક ખેલાડીઓ અને મેનેજરનું નામ હતુ. બધાના નામની આગળ ડેઈલી અલાઉન્સ અને મેચની ફી લખેલી હતી. તેની પર દરેક ખેલાડીઓએ પોતાના હસ્તાક્ષર પણ કરેલાં છે. અને ડોક્યુમેન્ટ્સ પર વર્ષ 1983માં 21 સપ્ટેમ્બરની તારીખ મારેલી છે.

આજે કેટલાં રૂપિયા મળે છે

આજના સમયમાં BCCI ખેલાડીઓને ચાર કેટેગરીમાં વહેંચે છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં એ પ્લસ, એ, બી અને સી કેટેગરીમાં ખેલાડીઓને રાખવામાં આવે છે. વર્ષ 2018-19ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મુજબ એ પ્લસમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ કેટેગરીમાં ફક્ત ત્રણ ખેલાડીઓને સામેલ કરાય છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનું નામ છે. જ્યારે ઓ કેટેગરીમાં 11 ક્રિકેટરોને રાખવામાં આવ્યા છે, તેમને વાર્ષિક 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. તો બી અને સી કેટેગરીમાં 11 ખેલાડીઓ છે. જેમને 3 અને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે.

આ ખેલાડીઓને મળતું વાર્ષિક વેતન છે. તેના સિવાય તેમને ટેસ્ટ, વનડે અને ટી-20 મેચ રમવા માટે અલગથી પૈસા આપવામાં આવે છે. જે મેચની ફી હોય છે. ભારતીય ક્રિકેટ ટીમમાં ખેલાડીઓને ટેસ્ટ મેચ રમવા માટે 15 લાખ રૂપિયાની મેચ ફી મળ છે. જ્યારે વનડે ફોર્મેટમાં આ રકમ 6 લાખ હોય છે. જ્યારે એક ટી-20 માટે તેમને 3 લાખ રૂપિયા મળે છે. તેના સિવાય ડેઈલી એલાઉન્સ અને પરફોર્મન્સ બોનસ પણ આપવામાં આવે છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!