GSTV

વિવાદ / IPLમાં અમદાવાદની ટીમની ખરીદ પ્રક્રિયાની તપાસ કરશે BCCI, AGM માં લેવાયો મોટો નિર્ણય

IPL

Last Updated on December 4, 2021 by GSTV Web Desk

આગામી વર્ષે IPLમાં બે નવી ટીમો જોડાવા જઈ રહી છે, જેમાંથી અમદાવાદની ટીમને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ટીમને CVC કેપિટલ દ્વારા 5625 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી, પરંતુ કંપની વિશે ઘણી બાબતો બહાર આવી હતી. હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા BCCIએ એક પેનલની રચના કરી છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે.

IPL

કોલકાતામાં બીસીસીઆઈની એજીએમની બેઠક બાદ બોર્ડ સેક્રેટરી જય શાહે જણાવ્યું કે સીવીસી કેપિટલના મામલે અમે એક પેનલની રચના કરી છે, જે અમદાવાદની ટીમની ખરીદીના મામલે તપાસ કરશે.

CVC કેપિટલ પર ભારતની બહાર આવેલી કેટલીક સટ્ટો રમાડતી કંપનીઓ સાથે સંબંધ હોવાનો આરોપ છે. આ અંગે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, તેથી હવે BCCI આ મામલાની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ BCCIએ બે નવી ટીમોની જાહેરાત કરી હતી, આ વખતે IPLમાં અમદાવાદ અને લખનૌની ટીમોને સામેલ કરવામાં આવશે. અમદાવાદને CVC કેપિટલ દ્વારા 5625 કરોડ રૂપિયામાં અને લખનૌની ટીમને ગોએન્કા ગ્રૂપે 7 હજાર કરોડ રૂપિયાથી વધુમાં ખરીદ્યું હતું.

ઉપરાંત જય શાહે માહિતી આપી છે કે ટૂંક સમયમાં જ BCCI દ્વારા એનસીએ હેડની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવશે. આવી સ્થિતિમાં જો વીવીએસ લક્ષ્મણનું નામ ફાઈનલ થાય છે, તો તેણે તેના માટે અરજી કરવી પડશે.

v v s laxman

નોંધનીય છે કે પહેલા આ જવાબદારી રાહુલ દ્રવિડ પાસે હતી, પરંતુ હવે તેઓ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બની ગયા છે. આવી સ્થિતિમાં BCCI ચીફ સૌરવ ગાંગુલીએ વીવીએસ લક્ષ્મણને એનસીએ ચીફ બનાવવાનો નિર્ણય લીધો છે, જે ફાઈનલ પણ થઈ ગયો છે.

Read Also

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!