મિતાલી સાથે વિવાદ બાદ રમેશ પોવારની છુટ્ટી, કોચ પદ માટે BCCIએ મંગાવી અરજી

મહિલા ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન મિતાલી રાજ સાથે વિવાદ બાદ ક્રિકેટ ટીમના હેડ કોચ રમેશ પોવારની છૂટ્ટી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે પોવારનો કાર્યકાળ વૂમેન્સ વર્લ્ડ ટી-20 સુધી જ હતો, જેને આગળ વધારી શકાય તેમ હતો, પરંતુ મિતાલી રાજ સાથે વિવાદ બાદ બીસીસીઆઈએ પોવારને કોચ પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે.

તો બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું કોચ પદ ખાલી થયા બાદ યોગ્ય અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવી છે. બીસીસીઆઈ આ વાતથી પણ નારાજ છે કે કેવીરીતે બીસીસીઆઈના મોટા સભ્યનો ફોન આવ્યા બાદ પોવારે મિતાલીને સેમીફાઇનલ મેચમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. જ્યારે મિતાલીએ મેચમાંથી બહાર નિકળતા પહેલાની મેચમાં સતત બે અર્ધસદી ફટકારી હતી અને બંને વખત મેન ઑફ ધ મેચનો ખિતાબ પણ જીત્યો હતો.

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે વેસ્ટ ઈન્ડીઝથી પરત આવ્યા બાદ બીસીસીઆઈ સાથેની બેઠકમાં પોવાર આ વાતનો યોગ્ય જવાબ આપી શક્યા નથી કે જ્યારે મિતાલી ઓપનિંગમાં બેટિંગ કરે છે તો પછી તેને મધ્યક્રમમાં કેમ ઉતારવામાં આવી અને આ સિવાય આટલી મહત્વની મેચમાંથી તેમને બહારનો માર્ગ કેમ બતાવવામાં આવ્યો.

અહીં જણાવવાનું કે તાજેતરમાં મિતાલી રાજને વર્લ્ડ ટી-20માંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. ત્યારબાદ મિતાલીએ બીસીસીઆઈ સીઈઓને મેલ લખીને કોચ રમેશ પોવાર પર પોતાની વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter