GSTV

સંકટ / UAEમાં યોજાનારી IPLમાં નહીં દેખાય આ સ્ટાર ખેલાડીઓ, CSK અને રાજસ્થાન રોયલ્સને પડી શકે છે મોટો ફટકો

Last Updated on August 1, 2021 by Zainul Ansari

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021)નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાશે. એપ્રિલમાં ભારતમાં શરૂ થયેલી આ લીગની બાકીની મેચો હવે દુબઈ, શારજાહ અને અબુધાબીમાં યોજાશે. બીજા તબક્કા પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વિદેશી ખેલાડીઓ વિશે વિચારવું પડશે, જે આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. શનિવાર 31 જુલાઈએ એક બેઠક દરમિયાન, બીસીસીઆઈના અધિકારીઓએ આઈપીએલમાં વિદેશી ભાગીદારી માટે અન્ય દેશોના બોર્ડ સાથે કામ કરવાનો નિર્ણય કર્યો. અગાઉ, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) કહ્યું હતું કે ઇંગ્લિશ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે પોતાને ઉપલબ્ધ રાખવાની જરૂર છે.

બેઠકમાં ઉપસ્થિત બીસીસીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદેશી ભાગીદારી સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આઈપીએલ એપ્રિલમાં શરૂ થઈ હતી, પરંતુ કોવિડ -19 મહામારીને કારણે તેને સ્થગિત કરવી પડી હતી. ઘણા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું, જેના કારણે બોર્ડે તેને મુલતવી રાખ્યું હતું. બેઠક દરમિયાન વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે ઓમાનને ટી-20 વર્લ્ડ કપમાં છ મેચોનું આયોજન કરવાની શક્યતા અંગે પણ ચર્ચા કરી હતી.

ઇંગ્લેન્ડના ખેલાડીઓ માટે મુશ્કેલ

ઇંગ્લેન્ડની ટીમ 10-14 સપ્ટેમ્બર વચ્ચે ભારત સામે પાંચ મેચની શ્રેણીની છેલ્લી ટેસ્ટ રમશે. આવી સ્થિતિમા ખેલાડીઓ માટે કોરોના કાળ દરમિયાન ફરી IPL સુધી પહોંચવું મુશ્કેલ બનશે. તેની સાથે જ આઈપીએલ ઓક્ટોબર સુધી રમાશે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમે 14 ઓક્ટોબરથી પાકિસ્તાન સામે ટી-20 સીરીઝ રમવાની છે.

આ ખેલાડીઓ નહીં દેખાય

આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓ માટે IPLમાં ભાગ લેવો મુશ્કેલ બની શકે છે. ઇંગ્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમના મેનેજિંગ ડિરેક્ટર એશ્લે જાઇલ્સે નિશ્ચિતપણે કહ્યું છે કે ઇંગ્લેન્ડના ખેલાડીઓને ફરીથી પૂર્વનિર્ધારિત IPL માટે રિલીઝ નહીં કરવામાં આવે. આવી સ્થિતિમાં જોસ બટલર, જોફ્રા આર્ચર, મોઇન અલી અને સેમ કરન જેવા ખેલાડીઓ IPLના બીજા તબક્કામાં રમતા જોવા મળશે નહીં. બટલર, જોફ્રા આર્ચર રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી રમે છે, જ્યારે મોઇન અલી અને સેમ કરન CSK તરફથી રમે છે.

Read Also

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!