GSTV
Cricket Sports ટોપ સ્ટોરી

ક્રિકેટ રસિકો માટે ખુશખબર / IPLની બાકીની મેચો દુબઈમાં રમાશે, BCCIએ કરી સત્તાવાર જાહેરાત

IPL

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCIએ ભારતમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતા ઇન્ડિય પ્રિમિયર લીગ (IPL 2021)ની બાકીની મેચો હવે યુએઇમાં રમાડવાનો નિર્ણય લીધો છે. BCCIના પ્રમુખ રાજીવ શુક્લાએ આ અંગે ઘોષણા કરી છે.

આઇપીએલ મેચો 18 અથવા 19 સપ્ટેમ્બરે ફરીથી અસ્થાયી રૂપે શરૂ થવાની આશા છે. જેમાં ત્રણ અઠવાડિયામાં 10 ડબલ હેડર રમાશે.

ફાઇનલ મેચ 9 અથવા 10 ઓક્ટોબરે આયોજિત કરવામાં આવી શકે છે. ત્રણ અઠવાડિયાની વિંડો સીઝન બાકીની 31 મેચો પૂરી કરવા માટે પૂરતી હશે. બીસીસીઆઇ, ફ્રેંચાઇઝી અને પ્રસારકો સહિત તમામ પ્રાથમિક હિતધારકો માટે આ એક જીતનું પરિદ્રશ્ય હશે.

BCCIએ ફ્રેન્ચાઇઝીઓ સાથે વાત કરી છે અને IPLની શરૂઆત 18 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર વચ્ચે થઇ શકે છે. 18 સપ્ટેમ્બરે શનિવારે અને 19 સપ્ટેમ્બરે રવિવાર આવતો હોવાથી આ દિવસે IPLની ફરીથી શરૂઆત થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

ભારતીય ક્રિકેટ બોર્ડની વર્ચ્યુઅલ સ્પેશિયલ જનરલ મિટીંગ આવતીકાલે યોજાશે જેમાં આ વર્ષની અધૂરી રહેલી આઇપીએલ ટુર્નામેન્ટ યોજવા બાબત અને ઓક્ટોબર- નવેમ્બરમાં ભારતમાં યોજાનારી ટી-૨૦ વર્લ્ડ કપની તૈયારી મુખ્ય એજન્ડા રહેશે.

આઇપીએલ પર મ્હોર

આ મિટીંગ અગાઉ જ બીસીસીઆઇના ઓફિશિયલ દ્વારા મીડિયાને જણાવાઈ ચૂક્યું છે કે, આઇપીએલની અધૂરી રહેલી ટુર્નામેન્ટ યુએઇમાં ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમ્યાન રમાશે. હવે આ જ પ્રસ્તાવને આવતીકાલે મિટીંગમાં સત્તાવાર મંજૂર કરવામાં આવશે.

ફ્રેન્ચાઇઝીઓ જોડે મંત્રણા

ભારતીય ક્રિકેટ બોર્ડે છેલ્લા કેટલાક દિવસોથી આઠ ટીમોની ફ્રેન્ચાઇઝીને તો જણાવી જ દીધું છે કે, તમે ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબરની વિન્ડો દરમ્યાન આઇપીએલ પૂરી કરાશે તે રીતે તૈયાર રહેજો અને તમારા ખેલાડીઓને આ માટે હાજર રહેવા જણાવજો. યુએઇની સરકાર ક્વોરેન્ટાઇનના જે નિયમો તે સમયે હશે તે રીતે સજ્જ રહેવું પડશે.

દસ ડબલ હેડર

એક જ દિવસે બે મેચ રમાય તેવા દસ દિવસ હશે અને બાકીના દિવસોમાં એક એક મેચ રમાશે. અધૂરી ટુર્નામેન્ટનો પ્રારંભ શનિવારથી થાય અને ફાઇનલ પણ શનિ કે રવિવારે યોજાય તે રીતે કાર્યક્રમ બનાવવામાં આવશે.

વર્લ્ડ કપ અને ત્રીજી લહેર

આ ઉપરાંત કાલની સ્પેશ્યલ જનરલ મિટીંગમાં ટી-૨૦ વર્લ્ડકપની ચર્ચા પણ હશે. આગામી ૨૪ ઓક્ટોબરથી ભારતમાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાનાર છે પણ ભારતીય ક્રિકેટ માટે મુખ્ય પડકાર એ છે કે ભારતમાં આજે પણ રોજના પોણા બે લાખ કોરોનાના કેસ આવે છે અને જુલાઈમાં કોરોના કેસ ન્યુનતમ હોઈ શકે તેમ મનાય છે. તે પછી ત્રીજી લહેરની સંભાવના ટી-૨૦ વર્લ્ડકપના અરસામાં જ કરવામાં આવી છે.કેટલાક ક્રિકેટરો ટી-૨૦ વર્લ્ડકપ યુએઇમાં યોજાય તેવી ઇચ્છા જાહેર કરી ચૂક્યા છે.

આઇસીસીની મિટીંગ

૧ જૂને આઇટીસીની પણ ટી-૨૦ વર્લ્ડકપ વિષય પર મિટીંગ છે. એવું માનવામાં આવે છે કે, બીસીસીઆઇ એવો ઠરાવ પસાર કરશે કે હજુ અત્યારથી ટી-૨૦ વર્લ્ડકપ અન્ય દેશમાં શિફ્ટ કરવો તે નિર્ણય લેવા કરતા હજુ કેટલાક મહિનાઓ બાકી હોઈ ફરી પ્રિવ્યૂ કરવા માટેનો આઇસીસી પાસે સમય મંગાશે.

બે શ્રેણી મોકૂફ

ટી-૨૦ વર્લ્ડકપ પહેલા સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ બારત સામે ટી-૨૦ શ્રેણી રમવાનું હતું તે આઇપીએલના લીધે મોકૂફ રાખવાનો પણ કાલે નિર્ણય લેવાઈ શકાય છે.

રણજી ટ્રોફીના ખેલાડીઓને ફટકો

મિટીંગમાં રણજી ટ્રોફી સહિત ઘરઆંગણાનું ક્રિકેટ રમતા ૭૦૦ ખેલાડીઓને આર્થિક પેકેજ આપવાની ફોર્મ્યુલા પર પણ ચર્ચા થશે. ગયા વર્ષે કોરોનાને લીધે ઘરઆંગણાની ઘણી ખરી ટુર્નામેન્ટ નહતી રમાઈ. વિશેષ કરીને રણજી ટ્રોફીના ખેલાડીઓને ફટકો પહોંચ્યો હતો. ૭૦૦માંથી ૭૩ અનકેપ્ડ ખેલાડીઓ જ એવા છે જેઓને આઇપીએલનો કરાર છે. વિજય હઝારે અને સૈયદ મુસ્તાકઅલી ટ્રોફી રમતા ખેલાડીને રૃા. ૩૫ હજાર જ મળે છે. બોર્ડની મિટીંગમાં આ રકમ કઈ રીતેે અને કયા ખેલાડીને કેટલી તે ફોર્મ્યુલા અંગે વિચારાશે.

Read Also

Related posts

Cricketer’s Love Story/ આ ભારતીય ક્રિકેટરની પત્ની છે વકીલ તો સસરા છે DGP, ખૂબ જ દિલચસ્પ છે તેની લવસ્ટોરી

Hemal Vegda

શું 800 કરોડનું કૌભાંડ સરકારની મીલીભગત વગર શક્ય છે? વિપુલ ચૌધારી મુદ્દે શક્તિસિંહ ગોહિલના જોરદાર પ્રહાર  

Hemal Vegda

વાહ સૂર્યા વાહ! તાવમાં તપી રહ્યો હતો, પેટમાં પણ હતો દુખાવો, છતાં મેદાન પર કરી બતાવી કમાલ!

Hemal Vegda
GSTV