કોરોનાકાળમાં IPL-2020નું આયોજન UAEમાં કરવામાં આવ્યું હતું. દરેક મેચ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં રમવામાં આવી હતી. મળતી જાણકારી પ્રમાણે આ ટૂર્નામેન્ટના આયોજનથી BCCIને જબરદસ્ત ફાયદો થયો છે.
25%નો ફાયદો જોવા મળ્યો
BCCIએ UAEમાં આયોજીત આ ટૂર્નામેન્ટમાંથી લગભગ 4 હજાર કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ સાથે જ ટીવીના દર્શકોની સંખ્યામાં પણ 25%નો ફાયદો જોવા મળ્યો છે. આ IPLમાં 1800 લોકોને લગભગ 20 હજાર RT-PCR કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ કારણે જ તમામ મેચોનું આયોજન કોઈ પણ પરેશાની વિના થઈ શક્યું.
14 દિવસોનું ક્વોરન્ટિન અનિવાર્ય
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને દુબઈમાં સરકારે 7 દિવસના ક્વોરન્ટિન બાદ ટ્રેનિંગની મંજુરી આપી હતી પરંતુ અબુ ધાબીમાં 14 દિવસોનું ક્વોરન્ટિન અનિવાર્ય હતું. આ વેન્યૂને મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટરાઈડર્સનું હોમ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું હતું. BCCIએ અબુ ધાબીમાં તંત્ર સાથે વાત કરી આ ક્વોરન્ટિન પીરિયડ ઘટાડ્યો હતો.
READ ALSO
- શું તમને ટ્રાફિકના નિયમો નથી ખબર, તો વાંચી લો આ નવા 19 રૂલ્સ ને થઇ જાઓ ટેન્શન ફ્રી
- શું તમે પણ ફોનની બેટરી 100 ટકા ચાર્જ કરો છો? જાણો ચાર્જીંગ કરવાની યોગ્ય પદ્ધતિ વિશે….
- SBI ની નવી સ્કિમઃ 5000થી શરૂ કરો રોકાણ, મળશે FD કરતા ડબલ નફો અને મફતમાં 50 લાખનો વીમો પણ…
- ગોજારો અકસ્માત/ ખંભાળિયા-ભાણવડ રોડ પર થયેલા અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત
- ભાવનગર/ ફૂલસર વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની કરી હત્યા, પોલીસે તપાસ હાથ ધરી