GSTV

BCCIએ ડાયટ પરના નિયંત્રણને અફવા ગણાવી. બોર્ડ કોઈપણ ખેલાડીને ખોરાક વિશે સલાહ આપતું નથી

Last Updated on November 25, 2021 by pratik shah

BCCIએ ડાયટ પરના નિયંત્રણને અફવા ગણાવી છે. ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ શરૃ થવા અગાઉ મનફાવે તે ખાવાની છૂટ ટીમના ખેલાડીઓને ગોમાંસ અને પોર્ક પીરસવાની મનાઈ હોવાના તેમજ માત્ર હલાલ માંસ ખાવાની મંજૂરી હોવાના અહેવાલ વહેતા થયા હતા ન્યુ ઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ શરૃ થવા અગાઉ સર્જાયેલો વિવાદ બીસીસીઆઈના ટ્રેઝરર અરુણ ધુમાલે મંગળવારે શમાવી દીધો છે. અગાઉ એક અહેવાલ મુજબ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના ડાયટ પ્લાનમાંથી કોઈપણ પ્રકારમાં ગોમાંસ અને પોર્કની મનાઈ કરી હતી. ઉપરાંત ખેલાડીઓને માત્ર હલાલ માંસ જ ખાવાની મંજૂરી હતી.


આ અહેવાલને અફવા ગણાવતા ધુમાલે જણાવ્યું કે બીસીસીઆઈએ કોઈપણ ખેલાડી અથવા સ્ટાફના સભ્યએ શું ખાવું અને શું ન ખાવું તેવો કોઈ આદેશ કે સૂચના આપી નથી. આ તમામ અફવા પાયાવિહોણી છે. આવા ડાયટ પ્લાન વિશે ક્યારે પણ ચર્ચા થઈ નથી અને તેનો ક્યારે પણ અમલ થશે નહિ. બોર્ડ કોઈપણ ખેલાડીને ખોરાક વિશે સલાહ આપતું નથી. તેમને પોતાની પસંદગીનો ખોરાક ખાવાની છૂટ છે.


અહેવાલમાં જણાવાયું હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી મેચો શરૃ થવા અગાઉ ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને ફિટનેસ જળવાઈ રહે તેના માટે ડાયટ પ્લાન રજૂ કર્યો હતો. સેંકડો લોકોએ બોર્ડના પગલાની ટીકા કરી હતી જ્યારે કેટલાક રાજી પણ થયા હતા. પરિણામે બોર્ડ હલાલ માંસને પ્રોત્સાહન આપે છે તેવા સંદેશા સોશિયલ મીડિયા પર વહેતા થયા હતા.


બીજી તરફ ન્યુ ઝીલેન્ડની ટીમે લાલ અને સફેદ બંને પ્રકારના માંસ તેમના લંચ અને મેચ દરમ્યાન નક્કી કર્યા છે.
ન્યુ ઝીલેન્ડના ડાયટ પ્લાન મુજબ ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન મધ્યમ પ્રમાણમાં અને ફેટ ઓછા પ્રમાણમાં હોવું જોઈએ જેથી ખેલાડીઓને તેમની તાલીમ અને રમત દરમ્યાન પૂરતી શક્તિ અને પોષણ મળી રહે. ન્યુ ઝીલેન્ડના ડાયટ પ્લાનમાં એવું પણ જણાવાયું છે કે ટીમના કેટલાક ખેલાડીઓને નટ્સની એલર્જી સહિત કેટલીક વિશેષ જરૃરીયાત છે. એક તરફ સોશિયલ મીડિયા પર આ બાબતે જોરદાર ઉહાપોહ મચ્યો હતો તો બીજી તરફ બોર્ડે મોડે સુધી કોઈપણ સ્પષ્ટતા કરવાની જરૃરીયાત નહોતી સમજી.

READ ALSO

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!