GSTV

Ind vs NZ Test / ટીમ ઈન્ડિયાના મેન્યૂ પર બબાલ, ‘હલાલ’ મીટને લઈ BCCI પર ભડક્યા લોકો

હલાલ

Last Updated on November 23, 2021 by Zainul Ansari

કાનપુરમાં ખેલાડીઓને બીફ સર્વ નહીં કરાય, જ્યારે હલાલ મીટ સર્વ કરવામાં આવશે. તેને લઈ હવે બબાલ શરૂ થઈ છે, સોશિયલ મીડિયા પર આ સંબંધમાં લોકો BCCI પર ભડકી ગયા છે.

હલાલ

હકીકતમાં મંગળવારે સવારે જ સોશિયલ મીડિયા પર #BCCI_Promotes_Halal ટ્રેન્ડ થઈ રહ્યો છે, અહીં લોકો દ્વારા BCCI પર હલાલ મીટ પ્રમોટ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક પ્રવક્તાઓ દ્વારા પણ આ વિવાદ પર કોમેન્ટ કરવામાં આવી છે અને BCCI પર નિશાન સાધવામાં આવ્યું છે.

ભાજપના પ્રવક્તા ગૌરવ ગોયલે તેમના ટ્વીટમાં લખ્યું કે BCCIને હલાલ પ્રમોટ નહીં કરવું જોઈએ. બીજી એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું કે BCCI ને યાદ રાખવું જોઇએ કે બોર્ડ ભારતમાં છે, પાકિસ્તાનમાં નથી.

ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ કાનપુર પહોંચી ગઈ છે. ટેસ્ટ શરૂ થતા પહેલા જ ફૂડ મેન્યૂ સંબંધિત જાણકારી આવી હતી. આ મેન્યૂમાંથી પોર્ક અને બીફને બહાર રાખવામા આવ્યા છે. માસાહારી વ્યંજનમાં હલાલ મીટ પરોસવામાં આવશે.

કેટલાક યુઝર્સે ટ્વીટર પર લખ્યું કે હલાલ મીટ ફક્ત મુસ્લિમો માટે જરૂરી છે, એવામાં તમામ ભારતીય ખેલાડીઓ માટે તેને જરૂરી ના કરવું જોઈએ. કેટલાક ટ્વીટર યુઝર્સે લખ્યું કે BCCI આ પ્રકારના નિર્ણય લઈ દેશને સંકટમાં નાખી રહ્યો છે.

કાનપુરમાં ભારતીય ટીમ હોટલ લેન્ડમાર્ક ટાવરમાં રોકાઈ છે, ન્યૂઝીલેન્ડની ટીમ પણ પહેલાથી જ કાનપુરમાં છે. બંને ટીમોની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે, 25 નવેમ્બરના રોજ પહેલી મેચ રમાશે.

Read Also

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!