GSTV
Gujarat Government Advertisement

‘ઋષભ પંતે હવે ‘ધોની-ધોની’ સાંભળવાની આદત પાડી લેવી જોઇએ’ આ શું બોલી ગયો ગાંગુલી?

Last Updated on December 7, 2019 by Karan

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું માનવું છે કે યુવા વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે ‘ધોની-ધોની’ સાંભળવાની આદત પાડી લેવી જોઇએ અને વધારે પડતાં દબાણનો સામનો કરવો જોઇએ. ઋષભ પંત સારી શરૂઆતને ઇનિંગમાં તબદીલ કરવામાં નિષ્ફળ રહેવા, ડીઆરએસ સાથે સાથે વિકેટો પાછળ પણ ફ્લોપ રહેવાના કારણે સતત આલોચનાનો સામનો કરી રહ્યો છે. પરંતુ વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા બંને 22 વર્ષીય પંતનું સમર્થન કરી ચુક્યા છે.

કોહલીએ ગુરુવારે જણાવ્યું હતું કે પંતને તે હદ સુધી અલગ ન કરી શકાય કે તે મેદાન પર નર્વસ થઇ જાય. અને તેને આ અપમાન લાગે. તાજેતરની ઘરેલૂ સીરીઝ દરમિયાન આ યુવા ખેલાડીની ભૂલો પર ધોની-ધોનીની બૂમો પડી છે.

શુક્રવારે કલકત્તામાં એક ઇવેન્ટમાં ગાંગુલીએ કહ્યું કે, આ તેના (પંત) માટે સારુ છે. તેણે તેની આદત પાડી લેવી જોઇએ. તેને સાંભળવા દો અને તેને સફળ થવાનો રસ્તો શોધવા દો. તે દબાણમાં રહેશે અને તેમાંથી પસાર થવાની તક આપો. તે પોતે જ આમાથી બહાર આવશે.

ગાંગુલીએ જણાવ્યુ કે ઋષભ પંતને આગામી ધોની બનવામાં 15 વર્ષનો સમય લાગશે. ગાંગુલીએ કહ્યું કે, દરરોજ તમને એમએસ ધોની ન મળે. એમએસે જે હાંસેલ કર્યુ છે તેને હાંસેલ કરતા પંતને 15 વર્ષ લાગશે.

ગાંગુલીએ ધોનીના ભવિષ્યને લઇ બીસીસીઆઇની યોજનાઓ વિશે જણાવવાથી ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, આ મામલો ધોની પર જ છોડી દેવો જોઇએ. અમે વિરાટ અને સિલેક્ટર્સના સતત સંપર્કમાં છીએ. સમય આવ્યે આપણે તેના વિશે વાત કરીશુ. જણાવી દઇએ કે જુલાઇમાં વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં થયેલી હાર બાદથી જ ધોની ગ્રાઉન્ડ પર નથી ઉતર્યો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામનું/ જુલાઈમાં પૂરા 15 દિવસ સુધી બેંકો રહેશે બંધ, બેકિંગ કામકાજ કરતાં પહેલાં ચેક કરી લેજો આ RBI ની રજાઓનું લિસ્ટ

Harshad Patel

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!