GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

પંતના ખરાબ ફોર્મથી ટેન્શનમાં ટીમ ઈન્ડિયા, ગાંગુલીએ પણ આપ્યું મોટું નિવેદન

ઋષભ પંતનું ખરાબ ફોર્મ ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં જ ઋષભ પંત ઈન્ટરનેશનલ ક્રિકેટનાં ત્રણ ફોર્મેટમાં બેટિંગ અને વિકેટકીપિંગમાં ખરાબ પ્રદર્ષન કરી રહ્યો છે. બાંગ્લાદેશ સામે પહેલી ટી-20માં પંતની ખરાબ વિકેટ કીપિંગ અને ખોટા ડીઆરએસનું પરિણામ ટીમને ભોગવવું પડ્યું અને બાંગ્લાદેશની ટીમ પહેલીવાર ભારતને ટી-20માં હરાવવામાં સફળ થઈ.

પરંતુ બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઋષભ પંતના ખરાબ ફોર્મ બાબતે એક મોટું નિવેદન આપ્યું છે. વિકેટની પાછળ અને બેટિંગમાં સંઘર્ષ કરી રહેલ ઋષભ પંતનું સમર્થન કરતા સૌરવ ગાંગુલી જોવા મળ્યા. અને કહ્યું કે, તે શાનદાર વિકેટકીપર અને બેટ્સમેન છે. સમય સાથે તેની રમતમાં પણ નિખાર આવશે.

હાલની બાંગ્લાદેશ સામેની સીરીઝમાં પંત ખરાબ ફોર્મમાં છે. ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું આ ધોનીની ઉણપ વર્તાઇ રહી છે, તો તેમણે કહ્યું કે, પંત સારો ખેલાડી છે. તેને થોડો સમય આપવાની જરૂર છે. તે સારું કરશે.

ગાંગુલીએ વધુમાં જણાવ્યું કે, તે ધીરે-ધીરે પરિપક્વ બનશે. ગુરૂવારે ભારતીય ટીમે બહુ સારું પ્રદર્ષન કર્યું, બાંગ્લાદેશ સામેની પહેલી ટી-20માં 26 બૉલમાં 27 રન બનાવનાર પંતની ખરાબ વિકેટકીપિંગ અને ખોટા ડીઆરએસનું પરિણામ ટીમને ભોગવવું પડ્યું હતું અને બાંગ્લાદેશ પહેલીવાર જીતવામાં સફળ થયું હતું.

બીજી ટી20માં પણ એક સફળ સ્ટંપિંગમાં પંતે બ્લંડર કર્યું હતું અને બૉલને વિકેટની આગળથી પકડ્યો, જેના કારણે તે નોબૉલ થયો. જોકે ત્યારબાદ જબરજસ્ત રીતે રન આઉટ પણ કરી પોતાની જાતને સાબિત કરવાનો પ્રયત્ન કર્યો.

વધુમાં ગાંગુલીએ બાંગ્લાદેશ સામે ઈડન ગાર્ડનમાં 22 થી 26 નવેમ્બર સુધી થનાર ડે-નાઇટ ટેસ્ટ મેચના પહેલા દિવશે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ઘંટડી વગાડી શરૂઆત કરશે તેની પણ જાહેરાત કરી.

Related posts

Boycott China ફ્લોપ: ચીને આંકડાઓ રજૂ કરી કર્યા મોટા દાવાઓ, આ સાચા હશે તો ભારતને પડશે લપડાક

Mansi Patel

રસ્તા નજીક પાર્ક કરેલા વાહનો ખાડામાં ફસાઈ જતા વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી

Nilesh Jethva

પાકિસ્તાનીઓના આ કૃત્યનો VIDEO થયો વાયરલ, દુનિયાની સામે શરમથી ઝુકી ગઈ PM ઈમરાન ખાનની મુંડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!