ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈ મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા સહિતના સભ્યોને ઘરભેગા કરી દીધા હતા ત્યારે આજે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI)એ ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્યોની નિમણૂક કરી છે જેમાં અશોક મલ્હોત્રા, જતિન પરાંજયે અને સુલક્ષણા નાઈકને સ્થાન આપવામાં આવ્યું છે.

બીસીસીઆઈ ક્રિકેટ સલાહકાર સમિતિ(CAC)માં અશોક અને જતિનના નવા સભ્યો તરીકે નામ શામિલ કર્યા છે જ્યારે સુલક્ષણાનું સ્થાન યથાવત રાખ્યું છે. જતિને ભારતીય ક્રિકેટ ટીમ માટે 4 વનડે રમી છે. ફર્સ્ટ ક્લાસ મેચોની 95 ઇનિંગ્સમાં 3964 રન બનાવ્યા છે. જતિને આ ફોર્મેટમાં 13 સદી અને 15 અડધી સદી ફટકારી છે. લિસ્ટ Aની 44 મેચોમાં 1040 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે.
READ ALSO
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય