GSTV
Gujarat Government Advertisement

બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલની આજે બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે

Last Updated on October 17, 2020 by Mansi Patel

બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની આજે શનિવારે મળનારી બેઠકમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત અગાઉ બ્રિસ્બેનમાં 14-દિવસીય કોરોન્ટાઇન સમયગાળો અને ઇંગ્લેન્ડ સામેની હોમ સિરીઝના સ્થળ અને ફોર્મેટની ચર્ચા કરવામાં આવશે. બીસીસીઆઈના ત્રણ ઉચ્ચ અધિકારીઓ – અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને ખજાનચી અરુણ ધૂમાલ હાલમાં આઈપીએલ 2020ના સંચાલનની દેખરેખ માટે યુએઈમાં હાજર છે.


આ વર્ચુઅલ મીટિંગના એજન્ડામાં મુખ્યપાંચ મુદ્દાઓ હશે, જેમાં ડોમેસ્ટિક ક્રિકેટ ઓપરેશન અને આંતરરાષ્ટ્રીય મેચોના શિડ્યૂલ પર મુખ્યત્વે ચર્ચા કરવામાં આવશે. એજન્ડા પરનો ત્રીજો મુદ્દો ઘરેલુ ક્રિકેટનો રહેશે જે હજી સુધી કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે શરૂ થયો નથી અને તે અગાઉથી તારણ કાઢી શકાય કે જ્યારે પણ 2020-21ની સિઝન શરૂ થશે ત્યારે તેને ટૂંકી કરવામાં આવશે.


આઈપીએલ બાદ બ્રિસ્બેનમાં દુબઇથી ક્વિન્સલેન્ડ જનારી ભારતીય ટીમની લોજિસ્ટિક્સ અને ઓપરેશનની કામગીરી પર ઊંડાણપૂર્વક ચર્ચા થશે. એવી અપેક્ષા છે કે ત્રણેય ફોર્મેટમાંથી ઓછામાં ઓછા 28 ખેલાડીઓ સહાયક અને વહીવટી કર્મચારીઓ સાથે એક વિશેષ વિમાનમાં સાથે પ્રવાસ કરશે.


બીસીસીઆઈના એક સૂત્રએ ગુપ્તતાની શરત પર જણાવ્યું છે કે, ‘ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ખૂબ મોટું શિડ્યૂલ બનાવ્યું છે જેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. તેની પર ચર્ચા કરવામાં આવશે અને તેમજ 14 દિવસના કોરોન્ટાઇનમાં રાહત શક્ય છે કે કેમ તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.’


ચર્ચાનો બીજો મુદ્દો ઇંગ્લેંડ સામેની હોમ સિરીઝનું શેડ્યૂલ છે. જોકે નિષ્ણાતો તહેવારના દિવસોમાં કોવિડ-19ના કેસોમાં વધારાની અપેક્ષા રાખે છે. બીજો વિકલ્પ યુએઇમાં ઇંગ્લેન્ડની સિરીઝનું આયોજન કરવાનું રહેશે જે ભારતીય ટીમનું બીજું ‘ઘર’ રહ્યું છે અને જેના ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈ સાથે કરારના પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

Gujarat Government Advertisement

Related posts

જાણવા જેવું/ 22 કેરેટ સોનાના ઘરેણાના ભાવ કેવી રીતે થાય છે નક્કી, જાણો મેકિંગ ચાર્જથી કેટલી વધી જાય છે કિંમત

Bansari

વોટ્સએપ ખૂબ જ જલદી લાવી રહ્યું છે મોસ્ટ એવેટેડ ફીચર્સ, એક સાથે આટલા ડિવાઈસ ઉપર ચલાવી શકાશે

Harshad Patel

શ્રેયાર્થ યુનિવર્સિટી: ધોરણ 10 પછીના અભ્યાસ માટે માર્ગદર્શન વેબિનારનું રવિવારે આયોજન, મળશે કારકિર્દી ઘડતરની ટિપ્સ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!