GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ફરી ધૂણ્યું સટ્ટાબાજીનું ભૂત, ક્રિકેટરોને અજાણ્યા નંબરો પરથી આવ્યા વૉટ્સએપ મેસેજ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)માં ખેલાડીઓને વૉટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી મેસેજ આવતાં હોબાળો થઈ ગયો છે. તમિલનાડૂ પ્રીમિયર લીગમાં રમી રહેલ કેટલાક ખેલાડીઓને અજાણ્યા નંબરો પરથી મેસેજ આવ્યા છે, જેની તેમણે બીસીસીઆઈની એન્ટી કરપ્શન યૂનિટમાં ફરિયાદ કરી છે. આ બાબતની ગંભીરતા જોતાં, એન્ટી કરપ્શન યૂનિટે કામ શરૂ કરી દીધું છે અને તપાસ શરૂ થઈ ગઈ છે. એન્ટી કરપ્શન યૂનિટના ચીફ અજીત સિંહે કહ્યું કે કેટલાક ખેલાઈઓને વૉટ્સએપ પર અજાણ્યા લોકોએ મેસેજ મોકલ્યા હતા. તેમને ટ્રેક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વધુમાં અજીત સિંહે જણાવ્યું કે, આ ખેલાડીઓનાં નિવેદન પણ લઈ લેવામાં આવ્યાં છે.

મળેલી માહિતી અનુસાર, આ બાબતે એન્ટી કરપ્શન એક ભારતીય ખેલાડી, આઈપીએલમાં નિયમિત ખેલાડી અને એક રણજી ટ્રોફી કોચ વિરૂદ્ધ તપાસ કરી રહી છે. જેમના ઉપર તમિલનાડુ પ્રીમિયર લીગમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો આરોપ છે.

ધનની વહેંચણીમાં થયેલા વિવાદથી આવ્યો અંદાજો
આ અંગે મળેલા રિપોર્ટ અનુસાર, અજીત સિંહે જણાવ્યું કે, સટ્ટેબાજોના ખેલાડીઓ સાથેના સંપર્ક કરવાનાં કેટલાંક બીજાં પણ ઉદાહરણ આવ્યાં છે, તેમણે જણાવ્યું કે, પૂછપરછ ચાલી રહી છે, ખેલાડીઓ સાથે ક્યારે અને કેવી પરિસ્થિતિમાં સંપર્ક કરવામાં આવ્યો. અજીત સિંહે વધુમાં જણાવ્યું કે, હજી સુધી ટીમના માલિકોની પૂછપરછ નથી થઈ. એક સમાચાર અનુસાર, તપાસકર્તાઓને આમાં શામેલ લોકો વચ્ચે ધનની વચેંચણીમાં થયેલ વિવાદથી શંકા ગઈ હતી. એન્ટી કરપ્શન યૂનિટ આ બાબતે કાયદાકિય મદદ લઈ રહી છે અને આગામી દિવસોમાં પોલીસમામ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી શકે છે.

આ લીગમાં આઠ ટીમો ભાગ લે છે. જેનું સેન્ટર ચેન્નઈનું ચેપક સ્ટેડિયમ છે. તમિલનાડુ લીગનું ઉદઘાટન ચાર વર્ષ પહેલાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ કહ્યું હતું અને આ લીગમાં ભારતના સ્ટાર ખેલાડી આર અશ્વિન, મુરલી વિજય, બિજય શંકર, દિનેશ કાર્તિક પણ રમે છે.

Related posts

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

Bansari

પાકિસ્તાનમાં આવેલી પૃથ્વીરાજ કપૂરની ઐતિહાસિક હવેલી તોડી પડાશે, પહેલા પાકિસ્તાન સરકાર બનાવવાની હતી મ્યુઝિયમ

pratik shah

નિકોલની પંચામૃત નર્સિંગ કોલેજની ફી મામલે વાલીઓમાં ભારે રોષ, જો હૂકમી સામે નોંધાવ્યો વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!