GSTV
Cricket Sports

IPL 2023/  ક્વોલિફાયર 1 માં એવું તો શું થયું, જેના કારણે 42000 વૃક્ષો વાવવામાં પડશે, આવો જાણીએ 

IPLની 16મી સિઝનના પ્લેઓફ રાઉન્ડ ચાલી રહ્યો છે. ક્વોલિફાયર 1 મંગળવાર, 23 મેના રોજ રમી ચુક્યો છે. જયારે એલિમિનેટર મેચ 24 મેના રોજ રમાશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલા ક્વોલિફાયર 1માં કંઈક આવું જ થયું હતું, જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI અને ટાટા કંપનીએ મળીને 42000 રોપા રોપવા પડશે.

IPLની આ સિઝનમાં મુખ્ય સ્પોન્સર ટાટા કંપની છે. બીસીસીઆઈ અને ટાટા કંપનીએ એક પ્રશંસનીય પહેલ કરી છે, જેમાં પ્લેઓફની ચાર મેચો દરમિયાન મેચમાં જેટલા પણ ડોટ બોલ ફેંકવામાં આવશે,  દરેક ડોટ બોલ માટે 500 વૃક્ષ વાવવામાં આવશે. એટલા માટે ક્વોલિફાયર 1 માં કુલ 84 ડોટ બોલ ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે 42000 રોપાઓ વાવવામાં આવશે. જો તમે મેચ જોઈ હોય તો દરેક ઓવરમાં ડોટ બોલની જગ્યાએ પ્લાન્ટ ઈમોટિકન્સ જોવા મળતા હતા. બોર્ડ અને ટાટા કંપનીની આ પહેલને કારણે આવું બન્યું છે.

BCCI સેક્રેટરી જય શાહે બુધવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. જય શાહે ટ્વીટ કર્યું, “આઈપીએલ પ્લેઓફમાં દરેક ડોટ બોલ માટે 500 વૃક્ષો વાવવામાં ટાટા ગ્રુપ સાથે ભાગીદારી કરવામાં અમને ગર્વ છે. ક્વોલિફાયર 1 જીટી વિ સીએસકેને 84 ડોટ બોલ પડ્યા હતા. જેના કારણે 42,000 વૃક્ષો વાવવામાં આવશે. ક્વૉલિફાયર રાઉન્ડની ત્રણ મેચ હજુ બાકી છે. જેમાં વૃક્ષોની સંખ્યા હજુ વધી શકે છે.

READ ALSO 

Related posts

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

WTC Final/ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે કોચ રાહુલ દ્રવિડને બતાવ્યો જીરો, કહ્યું- ભગવાન જ્યારે અક્કલ વહેંચી રહ્યા હતા ત્યારે…

HARSHAD PATEL

WTC ફાઈનલ: Ajinkya Rahaneએ આંગળીની ઈજા પર આપ્યું મોટું અપડેટ, આ નિવેદનથી જીત્યા કરોડો ચાહકોના દિલ

Padma Patel
GSTV