GSTV
Sports Trending

2022 IPLમાં માટે આવ્યા ગુડ ન્યૂઝ/ BCCI એ 10 ટીમોને આપી મંજૂરી, રાજીવ શુક્લાને બનાવ્યા નવા ઉપાધ્યક્ષ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક મીટીંગમાં ઈંડિયન પ્રિમિયર લીગમાં 10 ટીમોની ભાગીદારીને મંજૂરી મળી ગઈ છે. જો કે, તેને આગામી સિઝન 2021ની જગ્યાએ 2022માં લાગૂ કરવામાં આવશે. ગુરૂવારે અમદાવાદમાં મળેલી બેઠકમાં આઈપીએલ ફ્રેંચાઈઝીને શામેલ કરવાનો મુદ્દો સૌથી મહત્વનો રહ્યો હતો.

અમદાવાદની તાજ હોટલમાં બીસીસીઆઈની 89મી એજીએમ મળી હતી,જેમાં ઘણા એજેન્ડા પર ચર્ચા થઈ હતી, એજીએમમાં 2022ની આઈપીએલમાં વધુ બે ટીમ ઉમેરવાની મંજૂરી મળી ગઈ છે એટલે કે 2022ની આઈપીએલમાં 8ના સ્થાને 10 ટીમ રમશે.

આઈપીએલમાં બે નવી ટીમોને સામેલ કરતા 10 ટીમોની ટૂર્નામેન્ટ બનાવી છે. 10 ટીમોની આઈપીએલમાં 94 મેચોનું આયોજન થશે. જેના માટે લગભગ અઢી મહિનાનો સમય લાગશે. એજીએમમાં 2028 લોસ એંજલિસ રમતમાં ક્રિકેટનો શામેલ કરવાનું સમર્થન કરવામાં આવ્યુ છે.

આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિથી અમુક પ્રકારના સ્પષ્ટીકરણ બાદ બીસીસીઆઈ ક્રિકેટને 2028માં ઓલમ્પિકમાં શામેલ કરવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની કવાયતનું સમર્થન કરશે.

તો વળી બીસીસીઆઈની આ બેઠકમાં નવા ઉપાધ્યક્ષ તરીકે રાજીવ શુક્લાની પસંદગી પણ થઈ ગઈ છે. જેમને સર્વસંમ્મતિ સાથે પસંદ કરવામાં આવ્યા છે. પૂર્વ રાજ્યસભા સાંસદ શુક્લા આ અગાઉ એન શ્રીનિવાસ અધ્યક્ષ હતા, ત્યારે તેઓ ઉપાધ્યક્ષના પદ પર હતા અને ઈંડિયન પ્રિમિયર લીગનું સંચાલન પરિષદના ચેરમેન પણ હતા.

READ ALSO

Related posts

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV