GSTV
Home » News » Bigg Boss 12 : હાઇએસ્ટ પેઇડ સેલેબ છે અનૂપ જલોટા, શ્રીસંતની ફીનો આંકડો છે ચોંકાવનારો

Bigg Boss 12 : હાઇએસ્ટ પેઇડ સેલેબ છે અનૂપ જલોટા, શ્રીસંતની ફીનો આંકડો છે ચોંકાવનારો

બિગ બૉસમાં ભજન સમ્રાટ અનૂપ જલોટા-જસલીન મથારૂની જોડી દર્શકોને ખૂબ જ એન્ટરટેઇન કરી રહી છે. અનૂપ જલોટાને લાવવાનો સૌથી મોટો હેતુ તેને ફેમિલી શૉ બનાવવાનો હતો. અનૂપ પોતે અનેકવાર કહી ચુક્યા છે કે તેઓ શરૂઆતમાં શૉનો હિસ્સો બનવા માટે તૈયાર ન હતાં. પરંતુ પછીથી તેઓ તૈયાર થઇ ગયાં. તે તો દેખીતું  છે કે મેકર્સે ભજન સમ્રાટને આ શૉ માટે ભારે રકમ ઑફર કરી હશે. ચર્ચા છે કે અનુપ જલોટા બિગ બૉસમાં હાઇએસ્ટ પેઇડ સેલેબ છે.

 

 

સૂત્રોએ જણાવ્યા અનુસાર અનૂપ જલોટાને શૉમાં રહેવા માટે દર અઠવાડિયે 45 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર મેકર્સ ઇચ્છે છે કે વૃદ્ધો પણ આ શૉ જુએ. તેથી ભજન સમ્રાટને આ શૉનો હિસ્સો બનાવવામાં આવ્યાં છે.

અનૂપ જલોટા બાદ ટીવી એક્ટર કરણવીર બોહરા સેકેન્ડ હાઇએસ્ટ પેઇડ કન્ટેસ્ટન્ટ છે. તેમને દર અઠવાડિયે 20 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે.

ત્રીજા નંબરે છે ટીવીની દુનિયાની લોકપ્રિય બહુ સિમર એટલે કે દિપિકા કક્કડ ઇબ્રાહિમ. તેને દર અઠવાડિયે 15 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે ક્રિકેટર શ્રીસંત આ લિસ્ટમાં સૌથી નીચલા ક્રમે આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને દર અઠવાડિયે 5 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે.

તે ઘરમાં સિંગલ્સની ટીમનો હિસ્સો છે. આ અઠવાડિયે તે નોમિનેટેડ છે. બિગ બૉસ હાઉસમાં શ્રીસંત ટાસ્કમાં પાર્ટિસિપેટ ન કરવાના કારણે સૌના નિશાને છે.

Related posts

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah

ભાજપની જીત પર આ શહેરમાં રીક્ષામાં સીએનજીની ટાંકી કરો ફુલ એ પણ ફ્રીમાં..

Nilesh Jethva

અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!