વડાપ્રધાન મોદી બાદ બેયર ગ્રિલ્સ સાથે હવે સુપરસ્ટાર રજનીકાંત પણ જોવા મળશે. ખુદ બેયર ગ્રિલ્સે જ એક ટ્વીટ કરી રજનીકાંત સાથેનો એક એપિસોડનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલરમાં રજનીકાંત પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં ચશ્મા પહેરેલા જોવા મળશે. ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થનારા આ શૉને લોકો ખાસ્સો પસંદ કરી રહ્યા છે.આ શૉમાં બેયર ગ્રિલ્સ કોઈ પણ જાતની સુવિધા વગર જ 24 કલાક જંગલમાં વિતાવે છે.
Superstar @Rajinikanth’s relentless positivity and never giving up spirit was so visible in the wild as he embraced every challenge thrown at him. Respect! Watch Into The Wild with @BearGrylls on March 23 at 8:00 pm. @DiscoveryIN #ThalaivaOnDiscovery pic.twitter.com/s9PodYGv05
— Bear Grylls (@BearGrylls) March 9, 2020
ટ્રેલરમાં શું છે ખાસ બાબત
આ ટ્રેલરમાં રજનીકાંત પોતાની સ્ટાઈલમાં એક બાઈક પર એન્ટ્રી મારે છે. ત્યાર બાદ બેયર ગ્રિલ્સ ક્યારેય પણ હાર ન માનનારા કહીને સ્વાગત કરે છે. બેયર ગ્રિલ્સ અને રજનીકાંત એક ખુલ્લી જીપમાં જંગલની સફારી કરવા માટે નિકળી પડે છે. ત્યારે બાદ આ બંને ક્યારેક ઝાડ પર ચડતા પણ જોવા મળે છે. એક સીનમાં રજનીકાંત અને બેયર ગ્રિલ્સ નદી પાર કરતા પણ જોવા મળે છે.જ્યારે એક સમયે બેયર ગ્રિલ્સનો લપસી જતાં પણ જોઈ શકાય છે. આ ટ્રેલરમાં રજનીકાંત અને બેયર ગ્રિલ્સ જંગલમાં ચિત્તો , હાથી અને અન્ય પ્રાણીઓ સાથે જંગલમાં ફરતા જોઈ શકાય છે. એક સીનમાં રજનીકાંત પુલ પર લટકતી હાલતમાં પણ જોવા મળે છે.
કર્ણાટકમાં થયું છે શૂટીંગ
અહીં ઉલ્લેખનીય છે આ એપિસોડનું શૂટીંગ બાંદીપુરના જંગલોમાં થયું છે. જેને બાંદીપૂર ટાઈગર રિઝર્વના નામે ઓળખાય છે. જે કર્ણાટકમાં આવેલુ છે.આપને જણાવી દઈએ કે, શૂટીંગ દરમિયાન આ ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. એક એવી પણ ખબર આવી હતી કે, શૂટીંગ દરમિયાન રજનીકાંત ઘાયલ પણ થયા હતા. જ્યારે બીજી બાજૂ એક એવી પણ ખબર આવી હતી કે, શૂટીંગ દરમિયાન અમુક એક્ટિવિસ્ટોએ આ ટીમની ધરપકડ કરવાની પણ માગ કરી હતી. તેમનું કહેવું હતું કે, શૂટીંગ કરતા પ્રાણીઓ અને વન્યજીવોને ઘણું નુકસાન થાય છે.
READ ALSO
- વાસ્તુશાસ્ત્ર/ ઘર બનાવતી વખતે વાસ્તુના આ 6 નિયમો ધ્યાનમાં રાખો, કોઈ પણ અવરોધો વિના થશે જીવનમાં પ્રગતિ
- કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, સરકારી ગ્રાન્ટેડ શાળામાં કારકિર્દી માર્ગદર્શન-વોકેશનલ ગાઈડન્સ માટે કાયમી વ્યવસ્થા તંત્ર સ્થાપિત કરવા કરી માંગ
- Animal સામે ટક્કર આપવા તૈયાર છે વિક્કી કૌશલની Sam Bahadur, ધડાધડ થઈ રહ્યું છે ફિલ્મનું એડવાન્સ બુકિંગઃ જોઈ લો આંકડાઓ
- અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે
- ગુરુ બૃહસ્પતિ અને શુક્ર દેવે સમસપ્તક રાજયોગ બનાવ્યો, આ 4 રાશિના લોકોને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના પ્રબળ યોગ