GSTV
Home » News » બાયડના કોંગ્રેસના ધારાસભ્યના બળવાખોર તેવર: ખુલ્લેઆમ આપી ધમકી, અલ્પેશનો નિર્ણય શિરોમાન્ય

બાયડના કોંગ્રેસના ધારાસભ્યના બળવાખોર તેવર: ખુલ્લેઆમ આપી ધમકી, અલ્પેશનો નિર્ણય શિરોમાન્ય

Alpesh Thakor Congress

બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના બળવાખોર તેવર યથાવત્ છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ સંગઠન સામે વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. જીએસટીવી સાથેની ટેલિફોનિક વાતચીતમાં ધવલસિંહે ભાજપમાં જોડાવાની વાત હાલ પુરતી નકારી છે. પરંતુ એમ કહ્યું કે અલ્પેશ ઠાકોરને તેમનું સંપૂર્ણ સમર્થન છે. અલ્પેશનો નિર્ણય તેમનો શિરોમાન્ય રહેશે.

ધવલસિંહે આક્ષેપ કર્યો કે કોંગ્રેસને હરાવવા કોંગ્રેસ મોવડીમંડળ જ મેદાનમાં હોય છે એટલે કોંગ્રેસના નેતૃત્વ સામે તેમને વાંધો છે. આવી જ સ્થિતિ રહી તો કોંગ્રેસને તૂટતા કોઈ રોકી નહીં શકે. જોકે ધવલસિંહના બળવાખોર તેવર છતા કોંગ્રેસ તેની સામે કાર્યવાહી કરતા ખચકાય છે.

READ NEWS

Related posts

શું ગુમનામી બાબા જ હતા સુભાષ ચંદ્ર બોઝ? યોગી સરકાર આજે કરશે ખુલાસો

NIsha Patel

ડાયટમાં સામેલ કરી લો આ ચાર વસ્તુઓ તો વજન ઘટાડવામાં કરશે ખાસ મદદ

Mansi Patel

જૂનાગઢની જનતાએ જે ઋણ આપ્યું છે તે સવાયુ કરી પરત આપશું : વિજય રૂપાણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!