રાજ્યમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં ગાબટ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. બેફામ ટ્રક ચાલકે બાઈક પર સવાર પરિવારને ટક્કર મારી હતી. મળતા અહેવાલ પ્રમાણે બાઈક પર સવાર પરિવાર બાયડથી અન્ય સ્થળ પર જઈ રહ્યો હતો તે દરમ્યાન ટ્રક ચાલકે આ બાઈક સવાર પરિવારને કચડી નાખ્યા હતા. વધુ એક પરિવાર અકસ્માતનો ભોગ બન્યો.
વધુ એક પરિવાર અકસ્માતનો ભોગ બન્યો

દંપતી અને બે બાળકોના મોત
- અરવલ્લી જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત
- બાયડ શહેરમાં સીએનજી ટ્રકે બાઈકને મારી ટક્કર
- દંપતી અને બે બાળકોના મોત
- પતિ-પત્ની અને બે બાળકોના ઘટનાસ્થળે મોત
- બાયડ પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી

ટક્કર એટલી ગંભીર હતી કે પતિ–પત્ની અને બે બાળકોના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં